ભારતની ૬૦ % વસતી પર કોરોના સંક્રમણનો ખતરો , યુપી, મહારાષ્ટ્ર, બિહાર, પ.બંગાળ, એમપી, ગુજરાત, ઓડિશા, તેલંગાણામાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ખરાબ હાલત
ભારતની ૬૦ % વસતી પર કોરોના સંક્રમણનો ખતરો , યુપી, મહારાષ્ટ્ર, બિહાર, પ.બંગાળ, એમપી, ગુજરાત, ઓડિશા, તેલંગાણામાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ખરાબ હાલત
ચીનના વુહાનથી ફેલાયેલા કોરોના વાયરસ આજે દુનિયાભરમાં ફેલાઈ ગયો છે, દુનિયાના ૨૧૫ દેશોને કોરોનાએ પોતાની ચપેટમાં લીધા છે. દુનિયાભરમાં લગભગ દોઢ કરોડ લોકો આ વાયરસથી સંક્રમિત થયા છે. હાલમાં જ એક સ્ટડીમાં સામે આવ્યું કે ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા કુલ વસ્તીના ૬૦% થઈ શકે છે. એનો મતલબ એવો થાય છે કે દર ૧૦ વ્યક્તિમાંથી ૬ વ્યક્તિ કોરોના સંક્રમિત થઈ શકે છે.દેશમાં સૌથી વધારે વસ્તીવાળા રાજ્યમાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ખરાબ સ્થિતિના કારણે કોરોના વાયરસનો સૌથી વધારે ખતરો છે. ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, ગુજરાત, ઓડિશા, તેલંગાણા અને ઝારખંડમાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ખરાબ હાલતના કારણે કોરોના સંક્રમણનો વધારે ખતરો ઊભો થયો છે, આ સાથે રાજ્યમાં ગરીબીની સાથે ખરાબ કારણે સ્વાસ્થ્ય સુવિધાઓના કારણે મહામારી વધારે સંવેદનશીલ બની છે.મેડિકલ જર્નલ ધ લેન્સેટમાં પ્રકાશિત એક રિસર્ચમાં આ વાત જણાવવામાં આવી છે. આ રિસર્ચમાં સામાજિક-આર્થિક સ્થિતિ, વસ્તી, ઘર અને સ્વચ્છતા, મહામારી વિજ્ઞાન અને સ્વાસ્થ્ય સંબંધિત સુવિધાઓના પાંચ માનકો આ રાજ્યો પર સંભાવના વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં પાયાની સુવિધાઓના અભાવના કારણે પણ વાયરસ ભયંકર રીતે ફેલાવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે.લેટેસ્ટ સ્ટડીમાં લેખક રાજીવ આચાર્ય દિલ્હી પોલ્યુશન કાઉન્સિલ સાથે જાેડાયેલા છે. તેમણે એક સ્ટડીમાં એવો નિષ્કર્ષ કાઢ્યો છે કે, નબળી સ્વાસ્થ્ય સુવિધાઓના કારણે કોરોના વાયરસના સંક્રમણને રોકવું પડકારજનક બની શકે છે. આચાર્યએ જણાવ્યું, “દેશમાં ઘણાં રાજ્યોના ઘણાં જિલ્લા સામાજિક, આર્થિક પરિસ્થિતિઓના સંદર્ભમાં અસુરક્ષિત છે. ઘણાં જિલ્લા સ્વસ્છતા અને લોકોની રહેણાક વ્યવસ્થાના કારણે અસુરક્ષિત છે. જેમાંથી મોટાભાગના જિલ્લા સ્વાસ્થ્યની પાયાની સુવિધાઓના અભાવે અસુરક્ષિત છે.” આ સ્ટડીમાં કોરોના વાયરસના કેસની વ્યાપકતાને સંભાળવા માટે દેશમાં નબળા જિલ્લાની ક્ષમતાનું આકલન કરવામાં આવ્યું છે. કહેવાય છે કે, “સંવેદનશીલતા ઈન્ડેક્સમાં કોરોના સંક્રમણના ખતરાની જગ્યા આ વાત પર વિચાર કરાયો છે કે તે વિસ્તારની વસ્તી પર કોરોના સંક્રમણની શું અસર થઈ શકે છે.” લેન્સેટની આ સ્ટડીમાં સામે આવ્યું છે કે, પાંચ રાજ્યોમાંથી ૨૦ જિલ્લા કોરોના વાયરસ સંબંધિત સૌથી વધારે સંવેદનશીલ છે. બિહારમાં એવા સૌથી વધારે ૮ જિલ્લા છે, તે પછી ઉત્તરપ્રદેશમાં ૬ અને મધ્યપ્રદેશમાં ૪ જિલ્લા આવે છે. સંવેદનશીલતા ઈન્ડેક્સ મુજબ, રાજસ્થાન અને ઝારખંડમાં એક-એક જિલ્લા એવા છે કે જે કોરોના સંક્રમણની દૃષ્ટિએ વધારે જાેખમી છે. કોરોના સંક્રમણની સૌથી ઓછી અસરવાળા પૂર્વોત્તર રાજ્યોમાં આસામ, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ છે જેઓ કોરોનાને રોકવા માટે સારી રીતે કામ કરી રહ્યા છે. એક સ્ટડી અનુસાર બિહારના દરભંગા જિલ્લો આ સંવેદનશીલ લિસ્ટમાં સૌથી ઉપર છે. જ્યારે દક્ષિણ સિક્કિમ સૌથી નીચે છે. સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે, આ સ્થિતિ ભારતના ગ્રામીણ વિસ્તારોમાં કોરોના વાયરસના સંક્રમણ ફેલાતા પહેલા કરાયું છે. જેના આધારે કહેવાયું છે, આ એક અવલોકન હતું, આ કોઈ અનુમાન નથી. મોટાભાગના કેસવાળા વિસ્તારોમાંથી પ્રવાસી મજૂરો પરત ફરી ગયા છે. જેમાંથી ઘણાં ગ્રામ્ય વિસ્તારમાંથી આવ્યા હશે. શક્યતા છે કે કોરોના વાયરસ તેમની સાથે આવ્યો ગયો હોય. બે મહિના પહેલા ભારતના લગભગ ૬૦ % જિલ્લા જ કોરોનાથી પ્રભાવિત હતા. હવે બધા જિલ્લા પ્રભાવિત છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/