આરોગ્યગુજરાતરાજકારણ

કોન્સ્ટેબલથી પક્ષના પ્રમુખ સુધી પાટીલની સંગીન સફર, સી.આર.પાટીલ નવસારીથી સાંસદ છે, તેઓ બે ટર્મથી સતત લોકસભાના સાંસદ તરીકે ચૂંટાતા આવ્યા છે

કોન્સ્ટેબલથી પક્ષના પ્રમુખ સુધી પાટીલની સંગીન સફર, સી.આર.પાટીલ નવસારીથી સાંસદ છે, તેઓ બે ટર્મથી સતત લોકસભાના સાંસદ તરીકે ચૂંટાતા આવ્યા છે

સી.આર.પાટીલ નવસારીથી સાંસદ છે. તે ૨ ટર્મથી સતત લોકસભાના સાંસદ રહ્યા છે. ડિસેમ્બર ૧૯૮૯માં ભાજપમાં જોડાયા હતા. ૨૦૧૪ માં કોંગ્રેસના મકસુદ મિર્ઝાને સૌથી મોટી હાર આપી હતી. અન્યાય સામે અવાજ ઉઠાવવા સરકારી નોકરી છોડી હતી. પોતાની ઓફિસમાં આઈ.એસ.ઓ લેનારએ સમગ્ર દેશમાં પ્રથમ હતા. સુરતની આઈટીઆઈ માં આભ્યાસ કર્યો. તેમણે મોબાઈલ કચેરી શરુ કરી હતી. તેમણે ચીખલી ગામને દત્તક લઈ ગામની કાયા પલટ કરી નાખી હતી. એમનું નામ ચંદ્રકાંત રઘુનાથ પાટીલ પરંતુ પહેલા સુરત અને હવે આખો દેશ એમને સી.આર.પાટીલના નામથી જ ઓળખે છે. સતત અને સખત પરિશ્રમ થકી આજે નવસારી લોકસભા વિસ્તારમાંથી બીજી વખત સાંસદ બનેલા સી.આર.પાટીલની પોતાના મતદારોમાં લોકપ્રિયતા એટલી પ્રચંડ છે કે ગત લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ લીડથી જીત મેળવનારમાં એમનો ક્રમ સમગ્ર દેશમાં ત્રીજો હતો. પોતાની ઓફિસમાં આઈ.એસ.ઓ. લેનાર એ સમગ્ર દેશના પ્રથમ સાંસદ છે. એકદમ સામાન્ય પરિવારના રઘુનાથજી પાટીલ અને સરુબાઈ પાટીલના ઘરે ૧૬ માર્ચ ૧૯૫૫ના રોજ મહારાષ્ટ્રના જલગાંવ નજીક એદલાબાદના પીંપરી-અકારાઉત ખાતે સી.આર.પાટીલનો જન્મ થયો હતો. શાળાકીય શિક્ષણ દક્ષિણ ગુજરાતમાં વિવિધ સ્થળે લીધું હતું. છેલ્લે સુરતની આઈટીઆઇમા અભ્યાસ કર્યો. વર્ષ ૧૯૭૫માં પિતા અને આસપાસના અનેક લોકોને જોઈને ગુજરાત પોલીસમાં જોડાયા. સરકારી નોકરીમાં એમની અંદર રહેલા નેતૃત્વ અને સંગઠનના ગુણના કારણે અનેક સંઘર્ષ અને તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. પોલીસની નોકરી કરતા લોકોનું કોઈ સંગઠન હતું નહિ. પોલીસની નોકરી કરતા લોકોના પ્રશ્નો કોઈ ઉજાગર કરતુ નહિ. એ મુદ્દો લઈને સી.આર.પાટીલએ ૧૯૮૪મા પોલીસ કર્મચારીઓનું યુનિયન બનાવવાનો પ્રયત્ન કર્યો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સરકારને આ ગમ્યું નહિ અને સી.આર.પાટીલ સામે સસ્પેન્શનનો કોરડો વીંઝ્‌યો. પોતાના સહ-પોલીસકર્મીની ભલાઈ માટે અને એમને થતા અન્યાય સામે અવાજ ઉઠાવતા સી.આર.પાટીલએ પોતાની સરકારી નોકરી છોડી દીધી અને સંઘર્ષનો માર્ગ લીધો. એમની અંદર રહેલા નેતૃત્વ અને સંગઠનના ગુણ પ્રથમ વખત સામે આવ્યા. નવસારીનાં સાંસદ સી.આર. પાટીલને કોરોના દરમિયાન કામગીરી બદલ મળ્યું સન્માન ઃ એ પછી જીવન સંઘર્ષ તો ચાલુ રહ્યો. સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ અને ગોવિંદા સમિતિની સ્થાપનામાં એમની ભૂમિકા પાયાના પથ્થરની છે. આજ નહિ આના જેવા અનેક પ્રકારના વ્યવસાયિક અને સામાજિક સંગઠનોની રચના અને સંચાલનની જવાબદારી નિભાવી ચુક્યા છે. સામાજિક કાર્યોમાં એ સદા અગ્રેસર રહ્યા છે. વર્ષ ૧૯૯૧મા નવગુજરાત ટાઈમ્સ નામના દૈનિકની શરૂઆત કરી ત્યારે અખબારી જગતમાં અનેક કંપનો સર્જાયેલા. પત્રકારત્વની આગવી ભૂમિકા સાથે શરુ થયેલા આ અખબારે અનેક પત્રકારોનું ઘડતર કર્યુ હતું. એવી જ રીતે ચેનલ આઈવિટનેસનું નામ પણ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જાણીતું હતું.

નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button