આરોગ્યગુજરાતજીવનશૈલી

પ્રેમિકાનાં ડીપીમાં પતિનો ફોટો જાેતા પત્ની ભડકી, પતિ પત્ની ઔર વોનો કિસ્સો સામે આવ્યો છે ,

પ્રેમિકાનાં ડીપીમાં પતિનો ફોટો જાેતા પત્ની ભડકી, પતિ પત્ની ઔર વોનો કિસ્સો સામે આવ્યો છે ,

(પ્રતીકાત્મક તસ્વીર)

શહેરના એક પોલીસ સ્ટેશનમાં પતિ પત્ની ઔર વોનો કિસ્સો સામે આવ્યો છે. યુવતીના લગ્ન બાદ તેનો પતિ તુર્કી ફરવા ગયો હતો. ત્યાંથી આવ્યા બાદ તે એક યુવતીના પ્રેમમાં લપેટાયો હતો. આ વાત પરિણીતાને થતા તેના પતિને વાત કરતા તેને માર માર્યો હતો. બાદમાં પતિની પ્રેમીકાનું વોટ્‌સએપ જાેયું તો તેમાં પ્રોફાઈલ પિક્ચર તેના પતિનો ફોટો હતો. જેથી આ બાબતે બોલાચાલી બાદ પરિણીતાએ પતિની પ્રેમિકાને ફોટો ન મુકવા કહ્યું હતું. તો પતિએ પ્રેમિકાની માફી માંગવા પત્નીને દબાણ કર્યું હતું અને માફી ના માંગી તો માર માર્યો હતો. હાલ મજૂરગામ ખાતે રહેતી ૨૯ વર્ષીય યુવતી મૂળ કચ્છની છે. તેના વર્ષ ૨૦૧૫માં લગ્ન થયા અને હાલ સંતાનમાં એક પુત્ર છે. લગ્ન બાદ આ યુવતીએ ત્રણેક મકાન બદલી તેના પતિ સાથે રહેતી હતી. લગ્નના ત્રણેક વર્ષ બાદ તેનો પતિ તુર્કી દસેક દિવસ માટે ફરવા ગયો હતો. ત્યાંથી પરત આવ્યા બાદ યુવતીને માલૂમ પડ્યું તેના પતિને હિનલ નામની યુવતી સાથે પ્રેમ સંબંધ છે. જેથી આ બાબતે વાત કરતા તેની સાથે ઝઘડો કરી બોલાચાલી કરી હતી. યુવતીએ તપાસ કરી તો હિનલે યુવતીના પતિનો ફોટો વોટ્‌સએપમાં પ્રોફાઈલ પિક્ચર તરીકે રાખ્યો હતો. આ બાબતે યુવતીએ વાત કરતા પતિએ હિનલની માફી માગવાનું કહ્યું હતું. પણ માફી માંગવાની મનાઈ કરતા યુવતીને પતિએ માર માર્યો હતો. આ ઘટનાઓ બાદ યુવતી રિસાઈને તેના પિયરમાં જતી રહી હતી. જાેકે તેના માતા પિતાએ સમજાવ્યા બાદ તેનો પતિ તેડવા આવતા તે પરત સાસરે આવી હતી. બાદમાં યુવતીના પતિનું પ્રેમ પ્રકરણ યથાવત રહ્યું હતું. આ બાબતે તેને તેના સાસુ સસરા ને વાત કરતા પતિ વાત ન કરે તો પિયર જતી રહે તેવી ધમકી આપી તેને ગીતામંદિર એસટી સ્ટેશનથી બેસાડી કચ્છ મોકલી આપી હતી. યુવતીને તેનો પતિ પ્રેમિકા માટે અવાર નવાર માર મારતા યુવતી કંટાળી ગઈ હતી. જેથી તેણે તેના પતિ સામે ફરિયાદ નોંધાવતા કાગડાપીઠ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button