આરોગ્યગુજરાતજીવનશૈલીદેશ દુનિયા

ઓડિશાના સુજનપુરમાંથી પીળા રંગનો કાચબો મળ્યો, ભાગ્યે જ જાેવા મળતો પીળા રંગનો કાચબો

ઓડિશાના સુજનપુરમાંથી પીળા રંગનો કાચબો મળ્યો, ભાગ્યે જ જાેવા મળતો પીળા રંગનો કાચબો

ભાગ્યે જ જાેવા મળતો પીળા રંગનો કાચબો ઓડિશાના સુજનપુર ગામમાંથી મળી આવ્યો છે. આ પછી સ્થાનિકોએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને આ વિશે વાત કરી હતી, અને કાચબો તેમને સોંપવામાં આવ્યો છે. આ રંગનો કાચબો જાેઈને સ્થાનિકોને ભારે આશ્ચર્ય થયું હતું, કારણ કે આ રંગનો કાચબો તેમણે અગાઉ ક્યારેય જાેયો નહોતો. પહેલા તો સ્થાનિકોને આ પ્રકારનો કાચબો જાેઈને ભારે આશ્ચર્ય થયું હતું, ઘણાં લોકો તેનાથી ડરી પણ ગયા હતા, જાેકે, આ પછી આ વિષયમાં વન વિભાગને જાણ કરવામાં આવી. વન વિભાગે આ કાચબા વિશેષતા અંગે ગ્રામજનોને જણાવ્યું ત્યારે લોકોને ભારે આશ્ચર્ય થયું હતું. વાઈલ્ડ લાઈફ વોર્ડન ભાનુમિત્રા આચાર્યએ જણાવ્યું કે, આ પ્રકારનો કાચબો તેમણે પહેલા ક્યારેય જાેયો જ નહોતો. તેમણે કહ્યું કે, “જે કાચબાને રેસ્ક્યુ કરવામાં આવ્યો છે તેનું સ્કેલ અને શરીરનો ભાગ પીળા રંગનો છે. આ ભાગ્યે જ જાેવા મળતો કાચબો છે, મેં આ પહેલા ક્યારેય આવો કાચબો નથી જાેયો.” પાછલા અઠવાડિયે આ રીતે પીળા રંગના દેડકાને જાેઈને લોકોને ભારે કુતૂહલ થયું હતું, કારણ કે અગાઉ ક્યારેય કોઈએ પીળા રંગના દેડકા નહોતા જાેડાયા. આ પીળા રંગના દેડકાનો વીડિયો ઘણો જ વાયરલ થયો હતો.

નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button