આરોગ્યગુજરાતજીવનશૈલીદેશ દુનિયાવ્યાપાર

કોસ્મેટિક ધંધા ની આડ માં ડુપ્લીકેટ સેનેટાઈઝર નું કૌભાંડ કરનાર ને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી વડોદરા ની સમાં પોલીસ

કોસ્મેટિક ધંધા ની આડ માં ડુપ્લીકેટ સેનેટાઈઝર નું કૌભાંડ કરનાર ને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી વડોદરા ની સમાં પોલીસ

(પ્રતીકાત્મક તસ્વીર)

માનનીય પોલીસ કમિશ્નર શ્રી, અનુપમસિંગ ગહલૌત સાહેબ તથા સંયુકત પોલીસ કમિશ્નર શ્રી કેશરીસિંહ ભાટી સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી ઝોન -૦૪, અચલ ત્યાગી સાહેબ તેમજ મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી એચ ડિવીઝન ભરત રાઠોડ સાહેબ નાઓ તરફથી પ્રોહી/ જુગાર, તથા મિલ્કત સબંધી ગુનાઓ ઉપરાંત ગેરકાયદેસર પ્રવૃતિ કરવા વાળા તત્વોને શોધી કાઢવા આપેલ સુચના આધારે તા. ૨૦/૦૭/૨૦૨૦ ના રોજ પોલીસ ઇન્સપેકટર શ્રી સમા પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન તથા સુચના હેઠળ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન હે.કો આનંદસિંહ નાઓને બાતમી મળેલ કે એક ઇસમ નામે અનિલ મિતલ રહે. પંચશીલ સૈનિક સોસાયટી, ન્યુ સમા રોડ વડોદરા નાનો અંકુર રેસીકમ પ્લાઝામાં તેનું ગોડાઉન આવેલ છે.આ ગોડાઉનમાં કોમેટીક ધંધાની આડમા ડુપ્લીકેટ સેનીટાઇઝર બનાવી બોટલો તથા કારબામાં ભરી ગ્રાહકોને વેચે છે. હાલ ગોડાઉનમા સેનીટાઇઝર રીફીલીંગનું કામ ચાલુ છે તે મુજબની ચોક્કસ મળેલ બાતમી આધારે બાતમીવાળા સ્થળે રેઇડ કરી ગોડાઉન માલિક અનિલ ત્રિલોકચંદ મિતલ ઉવ, ૫૧ રહે.બી/ ૦૬, પંચશીલ સૈનિક સોસાયટી ઉમિયાનગર ત્રણ રસ્તા પાસે ન્યુ સમા રોડ વડોદરા વાળાને સેનીટાઇઝર નો લુઝ જથ્થો તથા રો મટેરીયલ્સ તથા પેકિંગ કરેલ જથ્થા સાથે કુલ્લે કિ.રૂ. ૭,૦૭,૭૬૦/ -ની મત્તા સાથે રીફીલીંગ કરતા રંગે હાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આરોપી વિરૂધ્ધમાં સમાં પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં ૬૯૧/૨૦૨૦ ઇ.પી.કો કલમ ૪૦૬,૪૨૦ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી આરોપીને કોવિડ -૧૯ ટેસ્ટ માટે એસ.એસ.જી હોસ્પીટલ ખાતે મોકલી આપેલ છે, ટેસ્ટ નેગેટીવ આવેથી ધરપકડ કરી આગળની વધુ તપાસ કરવા તજવીજ કરેલ છે.

આરોપીનું નામ:
અનિલ ત્રિલોકચંદ મિતલ ઉવ .૨૧ રહે. પંચશીલ સૈનિક સોસાયટી, ન્યુ સમા રોડ વડોદરા તથા તપાસ દરમ્યાન
મળી આવે તે

કબ્જે કરેલ મુદામાલ:
જુદી જુદી બ્રાન્ડની ૧૦૦૦ મી.લી. બોટલો નંગ -૬૦૪ કિ.રૂ ૧,૪૪,૯૬૦/જુદી જુદી બ્રાન્ડની ૫૦૦ મી.લી. બોટલો નંગ – ૩૯૨ કિ.રૂ. ૯૮,૦૦૦/ જુદી જુદી બ્રાન્ડની ૫૦ મી.લી. બોટલો નંગ-૭૬૮ કિ.રૂ ૩૮,૪૦૦/જુદી જુદી બ્રાન્ડના ૦૫, લિટરના કારબા નંગ- ૧૫૭ કિ.રૂ ૩,૮૪,૬૫૦/ બેરલમાં ભરેલ શંકાસ્પદ કેમીકલ પ્રવાહી આશરે ૪૦૦ લીટર કિ.રૂ ૨૪,૦૦૦/, રીફીલીંગના સાધનો-(૧) પ્લાસ્ટીકના ખાલી કારબા નંગ- ૧૨૪ (૨) ૨૦૦ લિટરના ખાલી ડ્રમ નંગ- ૦૩ (3)મીણીયા પ્લાસ્ટીકના કોથળા, પાઇપો, બચો, સેલોટેપ, પ્રવાહી કાઢવા માટેની નળી પંપ સાથેની પ્લાસ્ટીકની ડોલો.ડબલા, ખાલી બોટલો વિગેરે મળી કુલ્લે કિ.રૂ ૧૦,૭૫૦/-તથા મોબાઇલ ફોન નંગ- ૦૨ કિ.રૂ ૭૦૦૦/-સહિત કુલ્લે કિ.રૂ ૭,૦૭,૭૬૦/

> આરોપીની પ્રવૃતિ:-
મયકુર આરોપી મેધા કોમેટીક ના નામે સ્ત્રી સૌદર્ય પ્રસાધનો નો ધંધો પોતાના ઘરે (મકાન નં ૦૬, પંચશીલ સૈનિક
સોસાયટી) ખાતે કરે છે. તાજેતરમાં ફેલાયેલ કોવિંડ- ૧૯, વૈશ્વિક મહામારીમા સેનીટાઇઝર્સ ના વેચાણનું પ્રમાણ વધવા
પામેલ હોય આર્થીક લાભ મેળવવા માટે આરોપીએ અંકુર રેસીકમ પ્લાઝા ખાતે દુકાન/ ગોડાઉન ભાડે રાખી જુદી
જુદી બ્રાન્ડ નેમના જુદી જુદી માત્રાના ડુપ્લીકેટ સેનીટાઇઝર્સ બનાવી બોટલો તથા કારબા રીફીલીંગ કરી વેચાણ કરે
છે. રેઇડ દરમ્યાન કજે કરેલ પેકિંગ જગ્યા ઉપર મેન્યુફેકચર કંપની તરીકે કેયા બ્યુટી કેર મુકામ લોદરા તા.માણસા
જી. ગાંધીનગર ની બનાવટ ના લેબલો લગાડેલ હોય જે દિશામાં વધુ તપાસ હાથ ધરવામા આવેલ છે.

 

નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button