સાવલી તાલુકા ના મોક્ષી ગામ માં વહેલી સવારે કણસતી હાલત માં નવજાત બાળકી મળી આવી, સામાજિક કાર્યકર્તાઓ દ્વારા બાળકી ને સયાજી હોસ્પિટલ સારવાર અર્થે મોકલી આપી!
સાવલી તાલુકા ના મોક્ષી ગામ માં વહેલી સવારે કણસતી હાલત માં નવજાત બાળકી મળી આવી, સામાજિક કાર્યકર્તાઓ દ્વારા બાળકી ને સયાજી હોસ્પિટલ સારવાર અર્થે મોકલી આપી!
દિવસે ને દિવસે નવજાત શિશુ ને તડછોડવાના બનાવો વધી રહ્યા છે, આ સમાજ માટે એક શરમજનક સાથે દુઃખદ ઘટના છે, જેમને સંતાન સુખ નથી મળતુ તેઓ બાળકોની પ્રાપ્તિ માટે ધાર્મિક સ્થળો અને હોસ્પિટલમાંં ઇલાજ કરાવવા માટે વર્ષો સુધી ધક્કા ખાય છે, તેમ છતાંય કેટલાકને સંતાન સુખ મળતુ નથી ત્યારે આવા દંપતિ અનાથ શીશુ ગૃહમાંથી બાળકોને સ્વીકારી પોતાના બાળકોની જેમ તેને ઉછેરી મોટા કરે છે એવા કેટલાય કિસ્સા જોવા મળ્યા છે, પરંતુ જેમને કુદરત સંતાન સુખ આપે છે તેમાના કેટલાક લોકો બાળકને જન્મ આપતા જ બેશર્મી નિર્દયતાથી ત્યજી દેતા હોવાના અનેક કિસ્સાઓ આપણે જોયા અને સાંભળ્યાં હશે. એવોજ એક કિસ્સો સાવલીના મોક્સી ગામમાં બનવા પામ્યો છે, સાવલીના મોક્સી ગામની આ હ્રદય દ્રાવક ઘટનાએ સમગ્ર ગામને હચમચાવી દીધી,
ત્યજી દીધેલ બાળકીનો સતત રળવાનો અવાજ સંભળાતા મોક્ષી ગામ ના સામાજિક કાર્યકર્તા હાર્દિપસિંહ મહીડા, બંટીભાઈ પટેલ અને પિન્ટુભાઈ સોલંકી દ્વારા બાળકીને કણસતી જોઇ તાત્કાલીક તેને સાફ કરી એક ગોદળીમાં મુકી 108ને જાણ કરી હતી. જેથી થોડા સમયમાં 108 એમ્બ્યૂલન્સ સ્થળ પર પહોંચતા બાળકીને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. આ મામલે સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. તથા બાળકીને આટલી નિર્દયતાથી કોને ત્યજી તેની શોધખોડ કરવામાં આવી રહીં છે. અત્યારે બાળકી ની સારવાર સયાજી હોસ્પિટલ માં થઈ રહી છે, બાળકી ની હાલત નાજુક જણાઈ આવે છે!
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/