આરોગ્યગુજરાતદેશ દુનિયા

૫૩ દિવસની સારવાર બાદ બાળકીને જીવનદાન મળ્યું , આંતરરાષ્ટ્રીય ધોરણે બાળકનું વજન દોઢ કિલોથી ઓછું હોય તો વેરી લો બર્થ વેઈટની કેટેગરીમાં સ્થાન પામે છે

૫૩ દિવસની સારવાર બાદ બાળકીને જીવનદાન મળ્યું , આંતરરાષ્ટ્રીય ધોરણે બાળકનું વજન દોઢ કિલોથી ઓછું હોય તો વેરી લો બર્થ વેઈટની કેટેગરીમાં સ્થાન પામે છે

(પ્રતીકાત્મક તસ્વીર)

૭માં માસનું ગર્ભસ્થ શિશુ જન્મ પામતાં અરૂણાબેનના ત્યાં પારણું બંધાયુ ત્યારે તેમના પરિવારમાં હર્ષોલ્લાસની લાગણી પ્રવર્તી હતી. પરંતુ આ લાગણીઓ સાથે એક ગંભીર ચિંતા પણ પ્રસરી હતી. આ બાળકી માત્ર ૬૫૦ ગ્રામ વજન સાથે જન્મી હોવાના કારણે સમગ્ર પરિવાર ખૂબ જ ચિંતાતુર બન્યો. સિવિલના તબીબો માટે પણ આ ઘટના પહેલવહેલી હોવાના કારણે ખૂબ જ પડકારજનક બની રહી. અસામાન્ય સંજોગો સાથે જન્મેલી બાળકીને સિવિલના તબીબોએ સતત ૫૩ દિવસ સારવાર કરી જીવતદાન બક્ષ્યુ. અરૂણાબેનની લક્ષ્મી ૧ કિલો ૨૦૦ ગ્રામ વજન સાથે ઘરઆંગણે પ્રવેશી. હવે બાળકી સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય થઈ માતાનું સ્તનપાન પણ કરી શકે છે. ન્યુબોર્ન ઇન્ટેન્સિવ કેર યુનિટના ઈન્ચાર્જ ડાૅ. સુચેતા મુનશી કહે છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા આજદિન સુધીમાં માત્ર ૬૫૦ ગ્રામ જેટલું ઓછુ વજન ધરાવતા બાળકનો સૌ પ્રથમ કિસ્સો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય ધારાધોરણો પ્રમાણે બાળકનું વજન દોઢ કિલોથી ઓછું હોય તો ‘વેરી લો બર્થ વેઈટ’ ની કેટેગરીમાં સ્થાન પામે છે. ડાૅ.મુનશી ઉમેર્યુ હતુ કે બાળક અધુરા માસે જન્મ્યુ તેમજ વજન પણ ૬૫૦ ગ્રામ હોવાથી અનેક પ્રકારની જટિલતાઓ જેવી કે ફેફસાં અને મગજનો અપૂરતો વિકાસ તેમજ રોગપ્રતિકારક શક્તિ નહિવત હોવાના લીધે બાળકને “ન્યૂબોર્ન ઈન્ટેસિવ કેર યુનિટ ખાતે રાખી સારવાર આપવામાં આવી. બાળકના જન્મ સમયે ફેફસાં અલ્પ વિકસિત હોવાથી શ્વાસ લેવામાં તકલીફ અનુભવાતા શરૂઆતના ત્રણ દિવસ દરમિયાન બાળકને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યુ હતું. નવજાત શિશુને પૂરતા પ્રમાણાં ગ્લુકોઝ, પ્રોટ્રીન અને અન્ય વિટામિન મળી રહે તે માટે ૧૫ સેન્ટીમીટર જેટલી વાળ જેવી પાતળી લાઈન નસમાં નાખવામાં આવી હતી, જેના દ્વારા સતત ૨૩ દિવસ સુધી બાળકને પોષણ મળતુ રહ્યુ. તાજા જન્મેલા બાળક માટે માતાનું ધાવણ ઉત્તમ ગણાય છે, જેથી બાળકના નાકમાં નળી નાખીને માતાનું ધાવણ આપવામાં આવતુ હતું. અરવલ્લી જિલ્લાના ધનસુરાના વતની ૨૬ વર્ષીય અરૂણાબેન ચમારની પ્રથમ સુવાવડના સમયે બાળકીને જન્મ આપતાં આ સ્થતિ ઉભી થઈ હતી. ગર્ભાવસ્થા દરમિયાન બ્લડપ્રેશર, લોહીના ત્રાક-કણો ઓછા થતાં તેમજ લિવર પર સોજાની ગંભીર તકલીફ ઉભી થતાં માતા અને બાળકના હિતમાં માત્ર ૭ મહિને હોસ્પિટલમાં નોર્મલ ડિલેવરી કરાવી હતી.

નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button