મોજશોખ માટે બાઇક ચોરી કરી ફેરવતા બે ઇસમોને ચોરીના બાઇક સાથે ઝડપી પાડતી વડોદરા શહેર પી.સી.બી.
માનનીય પોલીસ કમીશ્નર શ્રી અનુપમસિંગ ગહલૌત સાહેબ નાઓએ વડોદરા શહેરમાં તેમજ જીલ્લાઓમાં મિલ્કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા માટે સુચના કરેલ જે અન્વયે આજરોજ પી.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર આર.સી. કાનમિયા સાહેબ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પી.સી.બી. ના પો.સ.ઇ.આર.ડી.બામણીયા ના સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગ મા હતા દરમ્યાન સાથેના પોકો ગવરાજસિંહ મદનસિંહ તથા પોકો મહાવીરસિંહ દસરથસિંહ નાઓને સયુક્ત ખાનગી બાતમંદાર રાહે બાતમીહકીકત મળેલ કે ” એક કાળા કલરની હોન્ડા ડ્રીમયુગા મો સા જેના આગળના ભાગે નંબર પ્લેટ નથી તેમજ પાછળના નંબર પ્લેટ ઉપર GJ 17 AR 1115 લખલે છે તે બાજવા કરચીયા રોડ ઇંદીરાનગર ખાતે રહેતા પ્રકાશભાઇ મનુભાઇ ઠાકોર નાઓ તેના મિત્ર અક્ષય બારીયા સાથે મળી ગોધરા ખાતે થી ચોરી લાવી પોતાના ઘર પાસે છુપાવી રાખેલ છે” જે બાતમી આધારે સદર જગ્યાએ જઇ ખાત્રી તપાસ કરતા એક મો.સા બાતમી મુજબનું મળી આવેલ જે ઘરેથી બે ઇસમો હાજર મળી આવેલ જેને સદર મો સા બાબતે પુછ પરછ કરતા કોઇ
સંતોષ કારક જવાબ આપેલ નહી અને ગલ્લા તલ્લા કરવા લાગેલ અને તેઓ સદર મો સા બાબતે ઉંડાણ પૂર્વક તપાસ કરતા પોતે ગોધરા ખાતેથી ચોરી કરી લાવેલાનું જણાવે છે જેથી સદર આરોપીને સી.આર.પી.સી કલમ ૪૧ (૧) (ડી) મુજબ તા .૨૩/ ૦૭/ ૨૦૨૦ ના રોજ અટક કરી ચોરીનું મોટર સાઇકલ કબ્જે કરી જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે નોધ કરાવી આગળની કાર્યવાહી માટે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરેલ,
પકડાયેલ આરોપીઓ:
(1)પ્રકાશભાઇ મનુભાઇ ઠાકોર રહે, બાજવા કરચીયા રોડ ઇંદીરાનગર વડોદરા શહેર
(2) અક્ષયભાઇ દશરથભાઇ બારેયા રહે, દંતેશ્વર જ્ઞાનનગર મકરપુરા વડોદરા શહેર
કબ્જે કરેલ મુદામાલ:
હોન્ડા ડ્રીમયુગા મો સા GJ 17 AR 1115 કિમત રૂપીયા ૨૦.૦૦૦/
સારી કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓ:
વડોદરા પી.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર.સી. કાનમિયા પો.સ.ઇ.શ્રી આર.ડી.બામણીયા હેકો અલ્પેશકુમાર દશરહસિંહ, પોકો મહાવીરસિંહ દસરથસિંહ પોકો સિધાર્થસિંહ રાજેન્દ્રસિંહ પોકો મિતેશકુમાર રતનભાઇ પોકો ગવરાજસિંહ મદનસિંહ, ધ્વારા સારી કામગીરી કરવામાં આવી
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/