જાણો દશામાં ની મૂર્તિ વિસર્જન માટે ક્યાં જવું ! વડોદરા કોર્પોરેશન એ હાથ અધ્ધર કરતા દશામાંની મૂર્તિ વિસર્જન માટે ટીમ રિવોલ્યુશન એ મૂર્તિ વિસર્જન માટે જાહેર કરી જગ્યા!! મૂર્તિ નક્કી કરેલ જગ્યા ઉપર પોહચાડવી!
જાણો દશામાં ની મૂર્તિ વિસર્જન માટે ક્યાં જવું !
વડોદરા કોર્પોરેશન એ હાથ અધ્ધર કરતા દશામાંની મૂર્તિ વિસર્જન માટે ટીમ રિવોલ્યુશન એ મૂર્તિ વિસર્જન માટે જાહેર કરી જગ્યા!! મૂર્તિ નક્કી કરેલ જગ્યા ઉપર પોહચાડવી!
જાણો સુ કહ્યું ટીમ રિવોલ્યુશને
જય દશામાં, ટીમ રીવોલ્યુશન ના સ્વેજલ વ્યાસ, જય ઠાકોર, અતુલ ગામેચી, નારાયણ રાજપુત અને સ્વયંમસેવકો દ્વારા કાલે સવારે ૫:૦૦ વાગ્યાથી ૮:૦૦ દરમિયાન નલવખી કૃત્રિમ તળાવ ખાતે માતાજીની મુર્તિ વિસર્જન માટે એકત્ર કરવામાં આવશે.
દશામાતાની મુર્તિ ની તમામ પુજા-વિધી આપે ધરેથી જ સંપન્ન કરીને આવાનું રહેશે. ૧૦,૦૦૦ થી વધુ માતાજી ના ભક્તો દ્વારા મુર્તિ ના વિસર્જન માટે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યુ છે આટલા બધા ભક્તોને ત્યાં પહોંચી મુર્તિ લઈ જવુ શક્ય નથી એના માટે આપ અમને ક્ષમા કરશો. દશામાતાની મુર્તિ માટે www.teamrevolution.in પર રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે, જેથી અમને ત્યાંથી મુર્તિઓ વિસર્જન માટે લઈ જવાની સુવિધાઓ કરવાની ખબર પડે, અમુક લોકોને રજીસ્ટ્રેશન કરવામાં તકલીફ પડે છે એને આપ મદદરૂપ થઈ રજીસ્ટ્રેશન કરાવવા મહેરબાની કરશો.
નવલખી ખાતે મુર્તિ લઈ ને આવો ત્યારે ફક્ત એક કે બે વ્યક્તિએ જ આવવું અને સોશીયલ ડિસ્ટન્સીંગ ના તમામ નિયમો નું પાલન કરી, માસ્ક પહેરી, મુર્તિ ને ધરે સેનીટાઈસીંગ કરીને લાવવું. ફુલ-હાર, પ્રસાદી ઈત્યાદી પુજા ની સામગ્રી ધરે જ રાખવાની રહેશે, ફક્ત માતાજીની મુર્તિ લઈને આવવું.
સરકાર ની અવડચંડાઈ ને કારણે વડોદરા ના તમામ નદી, તળાવો, નાળા પર વિસર્જન માટે રોક લગાવેલ છે. પણ અમે પવિત્ર જગ્યાએ આપની માતાજી ની મુર્તિ નું વિસર્જન કરીશું એ આપ અમારા પર વિશ્વાસ રાખશો.
ખાસ નોંધ સફેદ શર્ટ પહેરીને ટીમ રિવોલ્યુશન ના સ્વયંમસેવકો ત્યાં ઉભા હશે એમની જોડે કોઈ પણ જાતની તકરાર કર્યા વગર એમને પુરેપુરો સહયોગ આપવાનો રહેશે.
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/