આનંદ જિલ્લા ના આંકલાવ તાલુકા ના શ્રી હોસ્પિટલ ની ગંભીર બેદરકારી સામે આવી! હોસ્પિટલ ના બેદરકારી ના લીધે મહિલા નું મોત પરિવાર નો આક્ષેપ!
પ્રાપ્ત વિગત અનુસાર સમગ્ર ઘટના આંકલાવમાં આવેલા શ્રી હોસ્પિટલ ની છે જેમાં ડોકટરની બેદરકારીના કારણે એક મહિલા નું મોત નીપજ્યું હતું, ગર્ભાશયના ઓપરેશન વખતે આંતરડું કપાઈ જતા મહિલાનું મોત નીપજવાનો પરિવાર જનો આક્ષેપ કરી રહ્યા છે, તબીબ ની બેદરકારી ના લીધે 3 ભૂલકાઓ માં વિના ના થઇ ગયા!
મહિલાના પરિવારજનો એ જણાવ્યું હતું કે ગર્ભાશય ના ઓપરેશન કરવાથી સાથે મહીંલા નું પેટ ભૂલી ગયું અને આંતરડામાં નુકસાન થયું હતું ત્યારબાદ ડોક્ટરે પરિવાર જનો ને જણાવ્યું હતું કે મહિલા ની તબિયત અત્યંત નાજુક છે જેથી વડોદરા ની એસ.એસ.જી હોસ્પિટલ ખાતે લઈ જવા પડશે, જેથી પરિવાર જનો એ એમ્બ્યુલન્સ માં લઇ જવા માટે આગ્રહ કર્યો હતો પરંતુ મહિલા ને એમ્બ્યુલન્સ માં લઇ જતા જ મૃત્યુ થયું હતું.
આંકલાવ ખાતે આવેલ શ્રી હોસ્પિટલ માં ઓપરેશન કરતા મહિલા ના મોત થી પરિવારજનો એ હોબાળો મચાવ્યો હતો, પરિવારજનો એ આંકલાવ પોલીસ સ્ટેશન માં તબીબ વિરુદ્ધ ફરિયાદ આપવા જતા પોલિસે ફરિયાદ નહતી લીધી, મૃતક મહિલા ના પરિવારજનો ના કહેવા પ્રમાણે આંકલાવ પોલીસે અભદ્ર ભાષા નો વ્યવહાર તેઓની સાથે કર્યો હતો, તો શું પોલીસ ને માનવતા ની નથી પડી?? આંકલાવ પોલીસ હોસ્પિટલ તરફી બોલી રહ્યા હતા?? પોલીસે મૃતક મહિલા ના પરિવાર જનો ની કોઈ વાત સાંભળી નહતી!
વધુ માં આંકલાવ ની શ્રી હોસ્પિટલ માં ભૂતકાળ માં પણ આવા અનેક બનાવો બન્યા ની ચર્ચા એ જોર પકડયું છે!!.
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર(NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/