આરોગ્યગુજરાતજીવનશૈલીદેશ દુનિયા

ભૂમિ પૂજન માં ભગવાન રામ લીલા રંગના વસ્ત્રમાં દેખાશેે , સીએમ યોગી આદિત્યનાથે અયોધ્યામાં ૩થી ૫ ઓગસ્ટ ત્રણ દિવસ સુધી દિવાળી મનાવવા આદેશ આપ્યો છે

ભૂમિ પૂજન માં ભગવાન રામ લીલા રંગના વસ્ત્રમાં દેખાશેે , સીએમ યોગી આદિત્યનાથે અયોધ્યામાં ૩થી ૫ ઓગસ્ટ ત્રણ દિવસ સુધી દિવાળી મનાવવા આદેશ આપ્યો છે

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે પાંચમી ઓગસ્ટે યોજાનારા ભૂમિપૂજન માટેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ભૂમિપૂજન બાદ રામ મંદિરનું નિર્માણ પણ શરૂ થશે. મંદિરના નિર્માણમાં ત્રણથી ચાર વર્ષનો સમય લાગશે. મંદિર નિર્માણના ઉદઘાટન કાર્યક્રમ અંગે તમામ વિભાગો તૈયારી કરવા લાગ્યા છે. ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ તૈયારીઓ માટે સમીક્ષા બેઠક યોજી હતી. ભગવાન રામ તેમના ભાઈ લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન સહિત ૫ ઓગસ્ટે રામ મંદિરના ‘ભૂમિપૂજન’ પ્રસંગે રત્નજડિત વસ્ત્રો પહેરશે. રામદલ સેવા ટ્રસ્ટના પ્રમુખ પંડિત કલ્કી રામ ભગવાનની મૂર્તિઓ પર વસ્ત્રો પહેરાવશે. આ વસ્ત્રો પર નવ પ્રકારના રત્નો લગાવવામાં આવ્યા છે. ભગવાન માટે કપડાં સીવનારા ભગવત પ્રસાદે કહ્યું કે ભગવાન રામ લીલા રંગના વસ્ત્રો પહેરશે. ભૂમિપૂજન બુધવારે યોજાનાર છે અને આ દિવસનો રંગ લીલો છે. પીએમ નરેન્દ્ર મોદીના આગમન માટે અયોધ્યામાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ૫ ઓગસ્ટના રોજ ૧૧ વાગ્યે પીએમ મોદી અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન કરશે. વડાપ્રધાને ૩૨ સેકન્ડના મુહૂર્તમાં આ ભૂમિ પૂજન કરવાનું છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે બુધવારે લખનૌના બુદ્ધેશ્વર મહાદેવ મંદિરથી રજ યાત્રા કાઢવામાં આવશે. અનૂપ શુક્લા અને ડો.કુલભુષણ શુક્લાએ માહિતી આપી હતી કે સીતાકુંડની માટી અને ગોમતી નદીનું જળ લઈને રજયાત્રા સવારે અયોધ્યા માટે નીકળશે. વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખીને અયોધ્યાના મુખ્ય માર્ગ પર તમામ ઇમારતોને એક રંગથી રંગવાનું શરૂ થયું છે. રસ્તામાં આવતી તમામ ઇમારતો પીળા રંગની દેખાવા લાગી છે. ટેઢી બજારથી નવા ઘાટ સુધીની તમામ ઇમારતો પેઇન્ટિંગ કરવામાં આવશે. તેમજ પ્રયાગરાજની એક ખાનગી કંપની દ્વારા ૩૦૦૦ સાઉન્ડ બોક્સ લગાવવામાં આવી રહ્યા છે. જેના દ્વારા આખા અયોધ્યામાં રામ ધુન અને ભક્તિ સંગીત વગાડવામાં આવી રહ્યું છે. અયોધ્યામાં રામ જન્મભૂમિ સ્થળ પર મંદિર નિર્માણની તારીખ સાથે, રેલ્વેએ પણ તેના સ્ટેશનને ભવ્ય દેખાવ આપવાની કામગીરીને વેગ આપ્યો છે. સ્ટેશન પર શિખર બનાવવાનું કામ ચાલુ છે. કારીગરો આખા સ્ટેશનને રંગવા સાથે ટાઇલ્સ અને ગ્રેનાઈટ્‌સ લગાવવામાં રાત-દિવસ વ્યસ્ત છે. અધિકારીઓનો દાવો છે કે આવતા વર્ષ સુધીમાં અયોધ્યા સ્ટેશન રામ જન્મભૂમિના મંદિરની ડિઝાઇનમાં દેખાશે.

નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button