દિલ્હી સરકારે વેટ ઘટાડતા ડિઝલમાં રૂ.૮.૩૬ ઘટી ગયા, એક લીટરનો ભાવ ૭૩.૬૪ : ડિઝલ ઉપર ૩૦ ટકા વેટ હતો જે ઘટાડીને હવે કેજરીવાલ દ્વારા ૧૬ ટકા કરાયો છે
દિલ્હી સરકારે વેટ ઘટાડતા ડિઝલમાં રૂ.૮.૩૬ ઘટી ગયા, એક લીટરનો ભાવ ૭૩.૬૪ : ડિઝલ ઉપર ૩૦ ટકા વેટ હતો જે ઘટાડીને હવે કેજરીવાલ દ્વારા ૧૬ ટકા કરાયો છે
દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે પાટનગરમાં ડીઝલનો ભાવ ઘટાડવાનો ર્નિણય લીધો છે. દિલ્હીમાં ડીઝલ પર ૧૬ ટકા વેટ લગાવવામાં આવશે જેને કારણે હવે ડીઝલના ભાવમાં ૮.૩૬ રૂપિયા સુધીનો ઘટાડો થઈ જશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મીટિંગ બાદ વર્ચુયલ પ્રેસ કોન્ફરન્સમાં જાણકારી આપતા જણાવ્યું હતું કે, અત્યાર સુધી ડીઝલ પર ૩૦ ટકા વેટ લગાવવામાં આવતો હતો જે ઘટાડીને હવે ૧૬ ટકા કરવામાં આવ્યો છે. જેને કારણે હવે ડીઝલના ભાવ ૮.૩૫ રૂપિયા પ્રતિ લીટર ઘટી જશે. તેમણે જણાવ્યું હતું કે, દિલ્હીની અર્થવ્યવસ્થાને ફરીથી પાટા પર લાવવામાં હાલ કેટલાક પડકાર સામે આવી રહ્યા છે. જો કે અમે લોકોની મદદથીને આ પડકારોનો સામનો કરી લઈશું. દિલ્હીમાં હવે ડીઝલનો ભાવ લીટરદીઠ રૂ. ૮૨થી ઘટીને ૭૩.૬૪ રૂપિયા પ્રતિ લીટર પહોંચી જશે. રાજ્યના વેપારી અને ઉદ્યોગપતિ ડીઝલ પર વેટમાં ઘટાડાની માગ કરી રહ્યા હતા.કેજરીવાલે કહ્યું છે કે, કેબિનેટે રાજ્યમાં અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે આ ર્નિણય કર્યો છે. દિલ્હીમાં હવે લોકો કામ પર પરત ફરી રહ્યા છે. વાતાવરણ સુધરી રહ્યું છે અને સાથે સાથે કોરોનાના કેસ પણ ઓછા થઈ રહ્યા છે. અરવિંદ કેજરીવાલના જણાવ્યા પ્રમાણે, વેપારીઓ અને ફેક્ટરીવાળા તરફથી આ વિશે સતત માંગણી કરવામાં આવતી હતી. તેથી આ સમયે સરકારે એટલા માટે રાહત આપી છે કે, દિલ્હીમાં ફરી પહેલાંની જેમ કામ શરૂ થઈ શકે. દેશમાં પેટ્રોલ અને ડીઝલ પર જીએસટી લાગુ નથી. દેશમાં પેટ્રોલ અને ડીઝલનો છૂટક ભાવ આંતરરાષ્ટ્રીય ઉત્પાદન કિંમત અને અન્ય દેશોની પરિસ્થિતિ પર ર્નિભર કરે છે. આ ઉપરાંત ઉત્પાદન કિંમત, વેટ,માર્કેટિંગ ખર્ચ, ડીલર્સ કમિશન વગેરે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સામેલ હોય છે. ૧૬ જુલાઈના રોજ દિલ્લીમાં ડીઝલ બેઝ પ્રાઈઝ કરતા ૨.૯૫ ગણી કિંમતે વેચાઈ રહ્યું હતું . ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન પ્રમાણે તે દિવસે ડીઝલની બેઝ પ્રાઈઝ ૨૭.૫૨ રૂપિયા પ્રતિ લીટર હતી. જ્યારે દિલ્લીમાં પેટ્રોલ પમ્પ પર ડીઝલની કિંમત પ્રતિ લીટર ૮૧.૧૮ રૂપિયા હતી.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/