આરોગ્યગુજરાતગેજેટ એન્ડ ઓટોજીવનશૈલીદેશ દુનિયામનોરંજનરમત ગમતવ્યાપાર

ઓઢવમાં સામાન્ય તકરારમાં રબારી સમાજના માથાભારે તત્વોનો હુમલો

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અમોલ ઘબડગે ઉપર અસામાજીક તત્વોએ હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં સનસનાટી અને નાસભાગ મચી હતી. સામાન્ય તકરારમાં રબારી સમાજના કેટલાક માથાભારે તત્વોએ અમોલભાઈના ઘરે હુમલો કરતાં તેમનાં માતાને ઈજા પહોંચી હતી.

ઘટના સ્થળે પહોંચેલી પોલીસે પોતાની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે. આ અંગે મળતી માહિતી અનુસાર શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અમોલ ઘબડગે આજે સોમવારે ઓઢવ મીરાબાઈ સર્કલથી બાઇક લઇને પસાર થઈ રહ્યા હતા તે સમયે તેમનું બાઈક રબારી સમાજની એક વ્યક્તિની બાઈક સાથે અથડાયું હતું. સામાન્ય અકસ્માતમાં થોડી તકરાર થયા પછી તેઓ પોતાના કામથી રવાના થયા હતા.

જોકે આ બાબતની અદાવત રાખીને દેસાઈ રણછોડભાઈ મોતીભાઈ નામની વ્યક્તિ સહિત રબારી સમાજના કેટલાક માથાભારે તત્વોએ નિલકંઠ સોસાયટીમાં આવેલા તેમના ઘરે હુમલો કરી તોડફોડ કરી હતી. તે સમયે ઘરમાં ફક્ત અમોલભાઈના માતા સુરેખાબેન હાજર હતા. રબારીઓના હુમલામાં સુરેખાબેનને માથા અને હાથે ઈજા પહોંચી હતી અને લોહી નીકળી આવ્યું હતું.

રબારી સમાજના માથાભારે તત્વો દ્વારા કરવામાં આવેલા આ હુમલાથી સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી હતી અને ભયનું વાતાવરણ ફેલાયું હતું. વિસ્તારના જાગૃત લોકોએ પોલીસને રજૂઆત કરીને અમોલભાઈના ઘરે હુમલો કરીને તેમનાં માતાને ઈજા પહોંચાડનારા રબારી સમાજના માથાભારે તત્વોને ઝડપી લેવા માટે ઉગ્ર માંગણી કરી હતી.

Related Articles

Back to top button