સુશાંત કેસની તપાસ CBI કરશે કેન્દ્રએ આપી મંજુરી. સુશાંત રાજપુત કેસની હવે આગામી સપ્તાહમાં સુનાવણી, સુપ્રીમે ૩ દિવસમાં મુંબઇ પોલીસ પાસે રિપોર્ટ માંગ્યો
સુશાંત કેસની તપાસ CBI કરશે કેન્દ્રએ આપી મંજુરી. સુશાંત રાજપુત કેસની હવે આગામી સપ્તાહમાં સુનાવણી, સુપ્રીમે ૩ દિવસમાં મુંબઇ પોલીસ પાસે રિપોર્ટ માંગ્યો
સુશાંત સિંહ રાજપૂત કેસ સાથે સંબંધિત એક મોટું અપડેટ છે. તેમની મૃત્યુની તપાસ માટે કેન્દ્ર દ્વારા સીબીઆઈ તપાસને મંજૂરી આપવામાં આવી છે. સુશાંત ૧૪મીએ મુંબઇમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેને ૨ મહિના થવા જઈ રહ્યા છે પરંતુ તેના મોતનું કારણ જાણી શકાયું નથી. બિહાર સરકારના કહેવા પર કેન્દ્રએ આ તપાસ સીબીઆઈને સોંપી છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જસ્ટિસ એચ રોયને માહિતી આપી છે કે બિહાર સરકારની ભલામણ પર કેન્દ્રએ હવે સુશાંતના મોતની તપાસ સીબીઆઈને સોંપી છે. તેમણે કહ્યું કે રિયા ચક્રવર્તીએ કેન્દ્રને પણ સીબીઆઈ તપાસની માંગણી કરી હતી. સુપ્રીમ કોર્ટ હાલમાં સુશાંતના કેસની તપાસને પટનાથી મુંબઇ ટ્રાન્સફર કરવાની માંગણી કરતી રિયા ચક્રવર્તીની અરજી પર સુનાવણી કરી રહી છે. જણાવી દઈએ કે સુશાંતના પિતાએ પટણામાં રિયા ચક્રવર્તી સામે કેસ કર્યો છે. રિયા પર આરોપ છે કે તેણે સુશાંતને આપઘાત કરવા મજબુર કર્યો હતો. તાજેતરમાં બિહાર પોલીસ આ મામલાની તપાસ માટે મુંબઈ ગઈ હતી. પોલીસે આરોપ લગાવ્યો છે કે મુંબઈ પોલીસ તેમને સાથ આપી રહી નથી. ટીમનું નેતૃત્વ કરવા પહોંચેલા આઈપીએસ વિનય તિવારીને પણ મુંબઇમાં ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બિહાર સરકાર અને સુશાંતના પરિવારે આ કેસની સીબીઆઈ તપાસ માટે અવાજ ઉઠાવ્યો હતો. સુશાંતના ચાહકો ઘણા સમયથી આ કેસની સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા હતા. હવે તેના પરિવારે પણ તેની માંગ કરી છે. મંગળવારે બિહાર સરકારે સુશાંતના પિતા કે.કે.સિંઘની માંગ પર કેન્દ્ર સરકાર પાસેથી સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. મુખ્ય પ્રધાન નીતીશ કુમારે મંગળવારે કહ્યું હતું કે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસમાં રાજ્ય સરકારે મંગળવારે સીબીઆઈ તપાસની ભલામણ કરી છે, જેને અભિનેત્રી રિયા ચક્રવર્તીના વકીલ દ્વારા પડકારવામાં આવી હતી.
સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યાનાં મામલાની તપાસ પર કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, કેન્દ્રએ નૈતિકતાથી આ ર્નિણય લીધો છે કે, તે બિહાર સરકારના આગ્રહને સ્વીકાર કરશે. આ અંગે જલ્દી નોટિફિકેશ પણ જાહેર કરવામા આવશે. આનો અર્થ એ છે કે, અત્યાર સુધી આ તપાસ સીબીઆઈને સોંપવામાં આવી નથી. જ્યારે આપવામા આવશે તો નોટિફિકેશન જાહેર કરવામા આવશે. આજની સુનાવણી બાદ માનવામમાં આવી રહ્યું છે કે, આગામી સપ્તાહમાં સુપ્રીમ કોર્ટ ર્નિણય કરશે કે તપાસ મુંબઇ પોલીસ કરશે કે સીબીઆઇ. સુનાવણી દરમિયાન તુષાર મહેતાએ જણાવ્યું કે, હવે રિયાની સુપ્રીમ કોર્ટમાં અરજીનો કોઇ અર્થ નથી રહેતો. મહત્વનું છે કે, રિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને બિહારની તપાસને મુંબઈ ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી. હવે બિહારમાં તપાસ નથી થઇ રહી કારણ કે, બિહારે તપાસને સીબીઆઈ પાસે મોકલી દીધી છે. બીજી તરફ રિયાના વકીલ શ્યામ દિવાને બિહારના કેસને મુંબઇ ટ્રાન્સફર કરવાની માંગ કરી છે. તેમમું કહેવુ છે કે, જ્યારે મુંબઇ પોલીસ તપાસ કરી રહી છે તો ત્યાં જ તપાસ થવી જોઇએ. ૫૬ ગવાહ સાથે પૂછપરછ થઇ ગઈ છે. રિયાના વકીલે જણાવ્યું કે, રિયાએ સુપ્રીમ કોર્ટમા અરજી દાખલ કરી હતી જેમા કહેવામા આવ્યું હતુ કે, આ કેસની તપાસ કરવી સુપ્રીમ કોર્ટનાં અધિકાર ક્ષેત્રમાં આવતુ નથી. આ કેસમાં બિહાર પોલીસના જોડાવવાનો કોઇ કાયદાકિય આધાર નથી. વધારેમાં વધારે આ ઝીરો એફઆઈઆર હશે અને તેને મુંબઇ પોલીસને આપી દેવામાં આવશે. બીજી તરફ સુશાંતના પરિવારના વકીલ વિકાસ સિંહે કહ્યું કે, સીબીઆઈએ જલ્દી તપાસ શરૂ કરવી જોઇએ. કોઇપણ આરોપીને કોઇ સુરક્ષા ન મળે. કારણ કે પુરાવા નષ્ટ થવાનો ખરતો છે. પહેલા જ ઘણું મોડુ થઇ ગયુ છે. તપાસ સાથે જોડાયેલી તમામ વસ્તુઓ જાહેર થઇ ગઇ છે. જે માણસે સુશાંતની બોડી નીચે ઉતારી હતી પોલીસે તેને હૈદરાબાદ જવા દીધો. આ કઇ રીતે તપાસ થઇ રહી છે. બિહાર પોલીસના અધિકારીને ક્વાૅરન્ટીન કરવામાં આવ્યા કે જેથી પુરાવા નષ્ટ કરવામાં આવે. સુશાંત સિંહ રાજપૂત મામલે પોલીસ ડિપાર્ટેન્ટનાં અધિકારીક સૂત્રોથી તે મુખ્ય જાણકારી મળી છે તેનાં અનુસાર સોમવારે ત્રણ મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યાં છે જે લોકોની પૂછપરછ કરવામાં આવી છે તેમાં સુશાંતનાં નજીકનાં સિદ્ધાર્થ પીઠાની બીજો દીપેશ સાવંત અને ત્રીજો સિદ્ધાર્થ ગુપ્તાનું નામ શામેલ છે. આ સામે મહારાષ્ટ્ર સરકારના વકીલે જણાવ્યું કે, અમારી પોલીસ તપાસ કરી રહી છે. આ સ્ટેજ પર સુપ્રીમ કોર્ટએ કોઇ આદેશ આપવો જોઇએ નહીં. બિહાર પોલીસને પોતાના પર વિશ્વાસ નથી. એટલે તપાસ સીબીઆઈને સોંપવાની વાત કરે છે. આ બાદ સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, તપાસ સારી રીતે થવી જોઇએ. અહીં દરેક વ્યક્તિની અલગ રાય છે. અહીં સવાલ ન્યાયાધિકાર ક્ષેત્રનો છે કે કઇ એજન્સી તપાસ કરશે. મહારાષ્ટ્ર પોલીસને લખીને આપવુ પડશે કે તપાસ પ્રોફેશનલી થશે. સુપ્રીમે ૩ દિવસમાં મુંબઇ પોલીસ પાસે રિપોર્ટ માંગ્યો છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/