આરોગ્યગુજરાતદેશ દુનિયાવ્યાપાર

છ વેક્સિનના ટ્રાયલ ત્રીજા તબક્કામાં : ડબલ્યુએચઓ, દુનિયામાં એક કરોડ ૮૦ લાખ લોકો બીમારીના ઝપેટમાં આવ્યા, સૌની નજર કોરોનાની વેક્સિન પર ટકી છે

છ વેક્સિનના ટ્રાયલ ત્રીજા તબક્કામાં : ડબલ્યુએચઓ, દુનિયામાં એક કરોડ ૮૦ લાખ લોકો બીમારીના ઝપેટમાં આવ્યા, સૌની નજર કોરોનાની વેક્સિન પર ટકી છે

કોરોના વાયરસએ દુનિયાભરમાં કોહરામ મચાવી રાખ્યો છે. અત્યાર સુધી આ ખતરનાક વાયરસથી ૭ લાખથી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે, જ્યારે સમગ્ર દુનિયામાં ૧ કરોડ ૮૦ લાખ લોકો આ બીમારીના ઝપેટમાં આવી ચૂક્યા છે. એવામાં સૌની નજર કોરોનાની વેક્સીન પર ટકેલી છે. આ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ કહ્યું છે કે દુનિયાભરમાં ૬ વેક્સીનનું કામ ત્રીજા ચરણમાં પહોંચી ગયું છે. પરંતુ ડબલ્યુએચઓનું એવું પણ કહેવું છે કે હાલ એ વાતની કોઈ ગેરંટી નથી કે આ તમામ વેક્સીન સફળ રહેશે. ડબલ્યુએચઓનું કહેવું છે કે હાલમાં દુનિયાભરમાં ૬ વેક્સીનના ત્રીજા ચરણના ટ્રાયલ ચાલી રહ્યા છે. તેમાંથી ૩ વેક્સીન ચીનની છે. દુનિયાભરમાં હાલ ૧૬૫ વેક્સીન પર કામ ચાલી રહ્યું છે. જેના અલગ-અલગ ચરણના ટ્રાયલ ચાલી રહ્યા છે. ડબલ્યુએચઓ મુજબ હાલમાં ૨૬ વેક્સીન એવી છે જેના ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યા છે. ડબલ્યુએચઓ મુજબ ચરણ ૩માં મોટી સંખ્યામાં લોકો પર ટ્રાયલ કરવામાં આવ્યા છે. અહીં એ જાણવામાં આવે છે કે આ વેક્સીન લાંબા સમય સુધી અને વધુમાં વધુ લોકો પર કામ કરી રહી છે કે નહીં. હાલ એ વાતની ગેરંટી નથી કે ત્રીજા ચરણમાં તે સફળ રહેશે જ. અમેરિકાની મોડરના કંપનીએ કોરોના વેક્સીન પર સૌથી પહેલા કામ શરૂ કર્યું. અત્યાર સુધીના રિપોર્ટ મુજબ, પહેલા બે ચરણના ક્લિનિકલ ટ્રાયલથી સારા પરિણામ સામે આવ્યા છે. આ વેક્સીનનો મુશ્કેલ અને ત્રીજો પડાવ ૨૭ જુલાઈથી શરૂ થઈ ગઈ છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીની વેક્સીનથી સમગ્ર દુનિયાને ઘણી વધુ આશા છે. તેના ક્લિનિકલ ટ્રાયલ અલગ-અલગ દેશોમાં ચાલી રહ્યા છે. ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટ પણ ઓકસફર્ડના આ પ્રોજેક્ટમાં પાર્ટનર છે. ભારતની બે વેક્સીન- ભારત બાયોટેક અને ઝાયડસ કેડિલાએ હ્યૂમન ટ્રાયલની શરૂઆત કરી દીધી છે. ભારત બાયોટેક કંપનીએ આ પહેલા પોલિયો, રેબીઝ, ચિકનગુનિયા, જાપાની ઇનસેલ્ફાઇટિસ, રાટાવાયરસ અને ઝીકા વાયરસ માટે પણ વેક્સીન બનાવી છે.

નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button