આરોગ્યગુજરાતરાજકારણવ્યાપાર

૨૦૨૨ હોસ્પિટલો પૈકી ફક્ત ૯૧ પાસે ફાયર NOC છે, અમદાવાદની હોસ્પિટલોમાં ચિંતાજનક સ્થિતિ

૨૦૨૨ હોસ્પિટલો પૈકી ફક્ત ૯૧ પાસે ફાયર NOC છે, અમદાવાદની હોસ્પિટલોમાં ચિંતાજનક સ્થિતિ

ગુરુવારે અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડમાં કોરોનાના ૮ દર્દીઓના સળગી ગયા હતા. ત્યારે ફાયર સેફ્ટીની પરિસ્થિતિ જોતા સામે આવ્યું કે, શહેરની ૨,૦૨૨ હોસ્પિટલો અને ક્લિનિક્સમાંથી માત્ર ૯૧ જ ફાયર સેફ્ટી ઓડિટ રિન્યુ કરાવ્યું છે અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવ્યા છે. એએમસીના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું. સલામતીના નિયમોનું ઉલ્લંઘન ફક્ત ખાનગી મથકોમાં જ મર્યાદિત નથી, શહેરની અન્ય પબ્લિક હોસ્પિટલ્સ અને હેલ્થ સેન્ટર્સમાં પણ તેમની ફાયર NOC રિન્યુ કરવામાં આવી નથી. જે હોસ્પિટલમાં ૮ દર્દીઓના સળગીને મોત થયા એવા શ્રેય હોસ્પિટલ પાસે પણ ફાયર સેફ્ટીનું એનઓસી નહોતું. સિવિક બોડીના અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરની હોસ્પિટલો અને ક્લિનિક્સમાં ફાયર સેફ્ટીનો મુદ્દો શ્રેય હોસ્પિટલ દુર્ઘટના બાદ યોજાયેલી ઉચ્ચ-સ્તરીય બેઠકમાં ચર્ચા માટે આવ્યો હતો. એએમસીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અધિકારીઓને કહેવામાં આવ્યું હતું કે અમદાવાદની ૨૦૨૨ હોસ્પિટલો અને ક્લિનિક્સમાં ફક્ત ૯૧ લોકોએ સિવિક બોડી પાસેથી ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ રિન્યુ કરાવ્યું છે. સિવિક બોડીના અધિકારીઓએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે, નાગરિક સંસ્થાની ફરજ છે કે તેઓએ જે હોસ્પિટલોએ ફાયર સેફ્ટીનું એનઓસી રિન્યું ન કરાવી હોય તો તેમને નોટિસ ફટકારવી જોઈએ. એક અધિકારીએ જણાવ્યું હતું કે, “જ્યારે હોસ્પિટલો અને ક્લિનિક્સ તેમની એનઓસી રિન્યુ ન કરાવી નિયમોનું ઉલ્લંઘન કરે છે એવા સંજોગોમાં પણ નાગરિક સંસ્થા ક્યારેય હોસ્પિટલોને નોટિસ ફટકારી નથી. સિવિક બોડી તમામ સંસ્થાઓ-હોસ્પિટલ્સ અને ક્લિનિક્સને સુરતના અગ્નિકાંડ બાદ જાહેર કરવામાં આવેલી નવી ગાઈડલાઈન્સ મુજબ સલામતીની સાવચેતી અને સાધનોની સૂચિ અંગેની સૂચનાઓ જાહેર કરેશ. બીજી તરફ એક અધિકારીએ જણાવ્યું કે, સિવિક બોડીએ હોસ્પિટલો અને ક્લિનિક્સ સહિતના મથકોને આવી કોઈ નોટિસ જારી કરી નથી. એએમસીમાં દાખલ કરવામાં આવેલી આરટીઆઈ પિટિશન અનુસાર, શહેરમાં ૯૮૫ રજિસ્ટર્ડ હોસ્પિટલો છે જેમાં ૧૨૯૭૮ બેડ છે, અને આમાંથી માત્ર ૫% હોસ્પિટલોએ જ તેમની ફાયર એનઓસીને રિન્યુ કરવાની તસ્દી લીધી હતી. શ્રેય હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ ફાયર બ્રિગેડના જવાનોએ શહેરની કોવિડ -૧૯ નિયુક્ત હોસ્પિટલોની તપાસ શરૂ કરી હતી. ફાયર ઓફિસરે કહ્યું, ‘અમે ૩૧ હોસ્પિટલોની તપાસ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે, તેમાંથી ઘણા પાસે ફાયર સેફ્ટી ડોક્યુમેન્ટ્‌સ નથી અથવા તેમના કર્મચારી સભ્યો અગ્નિશામકોનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે જાણતા નથી.

નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button