રિયાએ સુશાંતના ખાતામાંથી ભાઈના ખાતામાં પૈસા મોકલ્યા , સુશાંતની આત્મહત્યા પછી રિયા બાંદ્રા પોલીસના સંપર્કમાં હતી બાંદ્રાના ડીસીપી અભિષેક ત્રિમુખે અને રિયા ચક્રવર્તી વચ્ચે ચાર વખત વાત થઈ હતી :રિયાની મુશ્કેલી વધશે
સુશાંત સિંહ રાજપૂત કેસમાં દરરોજ એક નવું અપડેટ અને નવા ખુલાસાઓ થાય છે. આ કેસમાં સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઇડી પણ તપાસ કરી રહ્યા છે. ઇડીએ સુશાંત સિંહની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર મની લોન્ડરિંગનો કેસ કરીને સમન્સ પાઠવ્યું હતું. ત્યારબાદ આજે રિયા ચક્રવર્તીની મુંબઈની ઇડી ઓફિસમાં પૂછપરછ કરવામાં આવી છે. રિયાની સાથે તેના ભાઈ શૌવિક ચક્રવર્તી સહિત ચાર લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ દરમિયાન શૌબિક ચક્રવર્તીનું બેંક સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું છે. શૌવિકના બેંક સ્ટેટમેન્ટથી સાબિત થાય છે કે સુશાંત સિંહ રાજપૂતના એકાઉન્ટમાંથી પૈસા સીધા તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. કોટક બેંકમાંથી પૈસા ટ્રાન્સફર કરાયા હતા.અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો કથિત રૂપે જેના પર આરોપ છે એવી અભિનેત્રી રિયા ચક્રવર્તી શુક્રવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઇડી દ્વારા કરવામા આવેલ મની લોન્ડરિંગ કેસમાં કેન્દ્રીય એજન્સી સમક્ષ હાજર થઈ હતી. અભિનેત્રી બપોર પહેલા બાલાર્ડ એસ્ટેટ વિસ્તારમાં એજન્સીની ઓફિસ સમક્ષ હાજર થઈ હતી. રિયા તેના ભાઈ શૌવિક સાથે આવી હતી. એજન્સીને સમન્સ આપ્યાના થોડા સમય બાદ ચક્રવર્તીના બિઝનેસ મેનેજર શ્રુતિ મોદી પણ હાજર થયા. મોદીએ રાજપૂત માટે પણ કામ કર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે ચક્રવર્તી અને મોદીના નિવેદનો નિવારણ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ નોંધવામા આવ્યા છે. સુશાંતમો મિત્ર અને તેની સાથે રહેતો સિદ્ધાર્થ પીઠાણીને પણ ઈડી દ્વારા શનિવારે મની લોન્ડરિંગ કેસમાં હાજર રહેવા સમન્સ પાઠવવામાં આવ્યું છે. અભિનેતાના પિતાએ બિહાર પોલીસમાં નોંધાવેલી ફરિયાદના સંદર્ભમાં તેમને સમન્સ અપાયું છે. પીઠાણી હાલમાં મુંબઈની બહાર છે.એક્ટર સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં જેમજેમ તપાસ આગળ વધી રહી છે તેમતેમ ફિલ્મી સસ્પેન્સ સામે આવી રહ્યાં છે. આ સાથે જ સુશાંતની ગર્લ ફ્રેન્ડ રિયા ચક્રવર્તીની મુશ્કેલી વધી રહી છે. એટલું જ નહીં. સીબીઆઈને તપાસ સોંપાઈ તે પછી મુંબઈ પોલીસ સામે પણ કેટલાક સવાલો થઈ રહ્યા છે. રિયા ચક્રવર્તીના કોલ ડિટેલ્સ પણ સામે આવ્યા છે. ચોંકાવનારી વાત એ છે તે રિયા સુશાંતની આત્મહત્યા પછી લગાતાર બાંદ્રાના ડીસીપીના સંપર્કમાં હતી અને તેણે ડીસીપીને કેટલીય વાર કોલ્સ કર્યા હતા. કોલ ડિટેલ્સથી ખબર પડે છે તે બાંદ્રાના ડીસીપી અભિષેક ત્રિમુખે અને રિયા ચક્રવર્તી વચ્ચે ચાર વાર વાત થઈ હતી. રિયાએ ૨૧મી જૂને બાંદ્રાના ડીસીપીની સાથે ફોન પર ૨૮ સેકન્ડ સુધી વાત કરી હતી. ૨૨મી જૂને ડીસીપીએ રિયાને મેસેજ કર્યો હતો. એ તારીખે બંને વચ્ચે ૨૯ સેકન્ડ વાત થઈ હતી. આઠ દિવસ પછી ફરી પાછા ડીસીપીએ રિયાને ફોન કર્યો હતો. એ વખતે બંને વચ્ચે ૬૬ સેકન્ડ સુધી વાત ચાલી હતી. એ પછી તેમણે ઘણાં દિવસ વાત કરી નહોતી. તે પછી ૧૮મી જુલાઈએ રિયાને ફરીથી ડીસીપીએ ફોન કર્યો હતો.જ્યારે આ વાતચીત ચાલતી હતી ત્યારે તપાસ મુંબઈ પોલીસની પાસે હતી. આ મામલામાં સીબીઆઈએ ઘણાં લોકોની તપાસ શરૂ કરી છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/