બૈરૂતના વિસ્ફોટમાં મૃતકોની સંખ્યા ૧૬૦, ૧૬ની ધરપકડ , મંગળવારે એમોનિયમ નાઈટ્રેટનો વિસ્ફોટ થયો હતો
બૈરૂતના વિસ્ફોટમાં મૃતકોની સંખ્યા ૧૬૦, ૧૬ની ધરપકડ , મંગળવારે એમોનિયમ નાઈટ્રેટનો વિસ્ફોટ થયો હતો

લેબનોનની રાજધાની બૈરૂતમાં મંગળવારે થયેલા વિસ્ફોટમાં મૃતકોની સંખ્યા ૧૬૦ પર પહોંચી છે. સરકારે આ ઘટનામાં નિયમો તોડવાના ગુનામાં બૈરૂત પોર્ટના ૧૬ કર્મચારીઓની ધરપકડ કરી છે. મિલિટ્રી કોર્ટમાં એક તપાસ કમિટી બનાવવામાં આવી છે. આ કેસ અંગેની તપાસ માટે સૂચનો સૂચવવામાં આવ્યા છે. કમિટી ચાર દિવસમાં શરૂઆતી રિપોર્ટ કોર્ટને સોંપશે. આ દરમિયાન, સ્વીડન અને ફ્રાન્સે લેબનોનને ઘટનાની તપાસમાં મદદ કરવાનો ભરોસો આપ્યો છે. મિલિટ્રી કોર્ટના જજ ફાદી અકીકીના આદેશ પર ૧૬ લોકોની ધરપકડ થઈ છે. કોની બેદરકારીને લીધે ૨૭૫૦ ટન એમોનિયમ નાઈટ્રેટ પોર્ટ પર ૭ વર્ષ સુધી કન્ટેનર્સમાં રહ્યું હતું તે અંગે તપાસ ચાલી રહી છે. પોર્ટ મીનિસ્ટ્રીએ સવાલ કર્યો છે કે શું તેના માટે પરવાનગી લેવામાં આવી હતી. બીજી તરફ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાનુએલ મેક્રોને લેબનોન સરકારને તપાસમાં મદદની ઓફર કરી છે. સ્વીડને પણ મદદ માટે હાથ આગળ વધાર્યો છે. કહેવાયછે કે બંને દેશોના નિષ્ણાતો ટૂંક સમયમાં બૈરુતમાં પહોંચશે. મેક્રોને લેબનોન સરકારને મદદની ઓફર સાથે સલાહ પણ આપી હતી.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/