વડોદરા ના ઉંડેરા ના MLA ફાર્મ ની પાછળ થી ડુપ્લીકેટ બ્રાન્ડેડ TV-AC ના નામે ચાલતું કૌભાંડ ઝડપી પાડતી વડોદરા SOG પોલીસ
શહેર ના જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તાર ના ઉંડેરા કોયલી રોડ પર સુર્યા ઇલેકટ્રોનિક્સ ના માલિક પોતાના શેડમાં એસેમ્બલ કરેલા એસી અને ટીવી પર બ્રાન્ડેડ કંપનીના લોગો અને સ્ટીકર લગાડી ગ્રાહકોને પધારવાતો હતો. ગ્રાહકો સાથે ઠગાઇ કરનાર શખ્સ અંગે સ્પેશ્યલ ઓપરેશન ગૃપને માહિતી મળતા ભેજાબાજ નરેન્દ્રની ધરપકડ કરી રૂ. 18,74,800નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
વડોદરા ના સમા-સાવલી રોડ પર આવેલા શિવવાણી હોમ્સમાં રહેતા નરેન્દ્ર ભાવન વાધવાણી જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તાર ના ઉંડેરા કોયલી રોડ પર સુર્ય ઇલેકટ્રોનિક્સ નામથી શેડ ધરાવે છે .જ્યાં તે એસેમ્બલ કરેલા એસી અને ટીવીનુ વેચાણ કરતા હતો, ઠગ નરેન્દ્ર દિલ્હી ખાતેથી એ.સી તથા ફ્લેટ ટીવીના વગર માર્કાવાળા પાર્ટસ લાવી એસેમ્બલ કરતો હતો. ત્યારબાદ એસેમ્બલ કરેલા એ.સી અને ટીવી ઓનલાઇન તથા છુટ્ટક ગ્રાહકોને વેચતો હતો. સમગ્ર ઘટના ની જાણ વડોદરા શહેર પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગૃપ (SOG)ને થઇ હતી. જેથી પોલીસે સુર્યા ઇલેકટ્રોનિક્સમાં દરોડો પાડ્યો હતો, ગોડાઉન માં તપાસ કરતા એસેમ્બ્લ કરેલા એ.સી અને ટીવી સહીત જુદી જુદી બ્રાન્ડેડ કંપનીના લોગો વાળા સ્ટીકરોનો જથ્થો મળી આવ્યો હતો અને રૂ. 1.25 લાખના 5 નંગ ડોઢ ટનના એ.સી, 46 નંગ એ.સીના આઉટર ડોર તથા 36 નંગ ઇન્ડોર AC અને જુદી જુદી સાઇઝના એસેમ્બલ કરેલા રૂ. 8, 07,000ની કિંમતના 73 નંગ ટીવી, તેમજ અન્ય ચીજ વસ્તુઓ મળીને કુલ રૂ. 18,74,800નો મુદ્દામાલ પોલીસે કબેજ કરી નરેન્દ્ર વાઘવાણી વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/