કોરોના મહામારી ના કારણે પાદરા ના ગામેઠા ગામે હનુમાનજીનો મેળો નહીં ભરાયો
કોરોના મહામારી ગુજરાતના પ્રખ્યાત શ્રાવણ અને ભાદરવાના લોક મેળા બંધ રાખેલ છે , કોરોના મહામારીના સંક્રમણના કારણે રાજ્ય સરકારના ભલામણ પ્રમાણે રાજ્ય પ્રવાસન વિભાગ અને ટુરિઝમ કોર્પોરેશને તમામ મેળાઓ રદ્દ કરેલ છે, પાદરા તાલુકાના પ્રસિદ્ધ ગામેઠા ગામે આવેલ હનુમાનજી મંદિરે પ્રતિવર્ષ ની મુજબ શ્રવણ મહિનાના છેલ્લા શનિવારે ભરાતો મેળો કોરાના મહામારી કારણે રદ કરાયો છે જે દરેક ભાવિ ભક્તો નોંધ લેશો જી. આ અંગે ગામના સરપંચ શ્રી વર્ષાબેન પઢીયાર મંદિર ના મહંત કેલાશગિરી ચંદનગિરી મહારાજે જણાવ્યું હતું. હાલ માં ચાલી રહેલા કોરના મહામારીના કારણે ગામેઠા ગામે હનુમાનજી નો મેળાનું આયોજન મોકુફ રખાયું છે.
રિપોર્ટર
કૃષ્ણકાંત ગાંધી પાદરા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/