સાંકરતા પદમલા નેશનલ હાઈવે નં -8 ઉપર એક ગાય ના વાછરડા ને કોઈ અજાણ્યા વાહને અડફેટે લેતા ગંભીર ઘાયલ થયેલ.
આનંદ થી વડોદરા તરફ જતા હાઇવે ઉપર સાંકરતા પદમલા મીની નદી ના બ્રિજ પાસે કોઈ અજાણ્યા વાહને ગાય ના વાછરડા ને અડફેટે લેતા વાછરડું ગંભીર રીતે ઘાયલ થયેલ. વાછરડું ઘાયલ થતા ની સાથે વાછરડુ રોડ વચ્ચે બેસી ગયેલ.
ઘટના ની જાણ પર્યાવરણ બચાવો જમીન બચાવો સમિતી ને થતા તુરંત ઘટના સ્થળે દોડી આવેલ, સમિતી ના સદસ્યો દ્વારા 1962 એનિમલ હેલ્પ લાઇન માં ફોન કરવામાં આવેલ, સાથે સાથે દીપકસિંહ વીરપુરા દ્વારા હાઇવે ઓર્થોરિટી એમ્બ્યુલન્સ ને પણ જાણ કરવામાં આવી હતી.રસ્તા ઉપર અન્ય અકસ્માત ના સર્જાય જેથી સામાજિક કાર્યકર્તા દીપકસિંહ હાઇવે ઉપર ઉભા રહી વાહનો ના અવરજવર ને ડાયવર્ટ કરી હતી. ઘટના સ્થળે 1962 એનિમલ હેલ્પ લાઇન એમ્બ્યુલન્સ પોહચીને ઘાયલ વાછરડા ને તાત્કાલિક સારવાર આપી હતી, સાથે સાથે હાઇવે એમ્બ્યુલન્સ પણ પોહચી હતી. વાછરડા ના પણ માં ગંભીર ઇજાથી પગ ભાંગી ગયેલ હોવાથી પર્યાવરણ બચાવો જમીન બચાવો સમિતી દ્વારા ઘાયલ વાછરડા ને વધુ સારવાર અર્થે વડોદરાના સયાજીપુરા પાંજરાપોળમાં પ્રાઇવેટ વેહિકલ કરીને ઘાયલ વાછરડા ને મોકલી આપવામાં આવેલ હતું.
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA