બેંકમાંથી બોલું છું કહીને બે લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો ક્રેડિટ કાર્ડનો નંબર, સીવીવી અને ઓટીપી માગ્યો
બેંકમાંથી બોલું છું કહીને બે લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો ક્રેડિટ કાર્ડનો નંબર, સીવીવી અને ઓટીપી માગ્યો
સાયબર ક્રાઇમ કરતા ગઠીયાઓ એક પછી એક બનાવને અંજામ આપીને પોલીસને જાણે કે પડકાર ફેંકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. શહેરના નવા નરોડા વિસ્તારમાં રહેતા શિક્ષકને ક્રેડિટ કાર્ડના વેરીફીકેશન માટે આવેલા ફોને રૂપિયા ૨ લાખનું નુકસાન કરાવ્યું છે. શિક્ષક તરીકે નોકરી કરતા મૌલેશ સુથાર એક્સિસ બેંકમાં ખાતુ ધરાવે છે. તેમને આ બેંકમાંથી ક્રેડિટ કાર્ડની ઓફર આવતા ક્રેડિટ કાર્ડ લીધું હતું. જોકે, પ્રોસેસ પુર્ણ થયા બાદ ક્રેડિટ કાર્ડ પણ તેમની પાસે આવી ગયું હતું. આ દરમિયાન તેમના મોબાઈલ પર એક યુવતીનો ફોન આવ્યો હતો અને પોતે એક્સિસ બેંકમાંથી વાત કરી રહી હોવાનુ કહી ને ક્રેડિટ કાર્ડના વેરીફીકેશન માટે કાર્ડ નંબર અને સીવીવી નંબર માંગ્યો હતો. જોકે, ફરિયાદીએ આ નંબર આપતા તેમના મોબાઈલમાં એક ઓટીપી નંબર આવ્યો હતો. જે નંબર આ યુવતી એ માંગતા ફરિયાદીએ તે નંબર પણ આપ્યો હતો અને તરત જ યુવતીએ ફોન કટ કરી દીધો હતો. બીજે દિવસે રાહુલ નામના યુવાનનો ફોન ફરિયાદી પર આવ્યો હતો. તેણે ફરિયાદીને ક્રેડિટ કાર્ડની લિમિટ વધારી આપવાની લાલચ આપી કાર્ડની વિગતો અને ઓટીપી નંબર મેળવ્યા હતા. ત્યારબાદ ફરિયાદીના એકાઉન્ટમાંથી કુલ ૫ ટ્રાન્ઝેકશન થયા હતા. જેમાં રૂપિયા ૨ લાખ ૪ હજારની અલગ અલગ ખરીદી થઈ હોવાનું જાણવા મળતા જ ફરિયાદીએ તરત જ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
નૈતિક સમાચાર(NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/