આરોગ્યગુજરાતગેજેટ એન્ડ ઓટોજીવનશૈલીદેશ દુનિયામનોરંજનરમત ગમતરાજકારણવ્યાપાર

દેશમાં ૨૪ કલાકમાં વધુ ૬૯૬૫૨ નવા ચેપગ્રસ્તો, ૯૭૭ દર્દીનાં મોત , ભારતમાં કોરોનાના કેસમાં ફરી એક વિસ્ફોટ

દેશમાં ૨૪ કલાકમાં વધુ ૬૯૬૫૨ નવા ચેપગ્રસ્તો, ૯૭૭ દર્દીનાં મોત , ભારતમાં કોરોનાના કેસમાં ફરી એક વિસ્ફોટ

ભારતમાં કોરોના વાયરસની સ્થિતિ વધુને વધુ ગંભીર બની રહી છે. રોજેરોજ નોંધનારા કેસોમાં તેજીથી વધારો થઈ રહ્યો છે. ગુરુવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં ચેપગ્રસ્તોની નવી સંખ્યા ૬૯,૬૫૨ વધી છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ ચેપગ્રસ્તોની સંખ્યા વધીને ૨૮,૩૬,૯૨૫ થઈ છે. આ દરમિયાન ૨૪ કલાકમાં ૯૭૭ લોકોનાં મોત થયાં છે. કુલ મૃતકોની સંખ્યા ૫૩,૮૬૬ થઈ ગઈ છે. બીમારીમાંથી સાજા થનારાની સંખ્યા વધીને ૨૦,૯૬,૬૬૪ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં રેકોર્ડ ૧૩ હજાર ૧૬૫ કેસ નોંધાયા છે. ૯૦૧૧ દર્દીઓ રિકવર થયા અને ૩૪૬ લોકોનો આ રોગે ભોગ લીધો છે. ૮મી ઓગસ્ટે ૧૨ હજાર ૮૨૨ કેસ નોંધાયા હતા. ચેપગ્રસ્ત અને નવા દર્દીઓની કુલ સંખ્યાના સંદર્ભમાં પુણેએ મુંબઈને પાછળ છોડી દીધું છે. બુધવારે મહત્તમ ૨ હજાર ૬૮૮ કેસ આવ્યા હતા. અહીં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને ૧.૩૭ લાખ થઈ છે. બીજી તરફ, મુંબઈમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૩૨ નવા કેસ નોંધાયા છે, જ્યારે ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા ૧ લાખ ૩૧ હજાર ૫૪૨ છે. મધ્યપ્રદેશમાં કોરોનાના ૯૭૬ નવા કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં મહામારીએ ફરી એક વાર જોર પકડ્યું છે. ઇંદોરમાં સૌથી વધુ ૧૭૯ કેસ આવ્યા છે. ૧૧૪ નવા દર્દીઓ સાથે ભોપાલ બીજા નંબર પર રહ્યું. રાજ્યમાં દરરોજ ૧૫થી ૨૦ હજાર ટેસ્ટ થઇ રહ્યા છે. તે ટેસ્ટના દેશમાં ૧૩માં ક્રમે છે. અહીં સુધીમાં કુલ ૧૦ લાખ ૯૦ હજાર પરીક્ષણો કરવામાં આવ્યા છે. રાજસ્થાનમાં ૨૪ કલાકમાં ૧૩૧૨ કેસ નોંધાયા હતા. આમાં ટોચના ૧૦ જિલ્લામાં જોધપુરમાં ૨૨૫, અલવરમાં ૨૨૪, બિકાનેરમાં ૨૦૯, જયપુરમાં ૧૮૯, કોટામાં ૧૪૩, ધૌલપુરમાં ૮૩, સીકરમાં ૬૮, પાલિમાં ૬૩, રાજસમંદમાં ૩૧ અને ઝાલાવાડમાં ૨૩ પોઝિટીવ કેસ નોંધાયા છે. ૧૨ લોકોનાં મોત થયાં. તે પૈકી, જયપુરમાં ૪ દર્દીઓ, નાગૌર અને કોટામાં ૨-૨, અજમેર, બિકાનેર, ગંગાનગર અને ઉદેપુરમાં ૧-૧ દર્દીઓના મોત થયા હતા. ઉત્તરપ્રદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૦૭૬ નવા કેસ થયા છે. નવા કેસો અને કુલ કેસો બંને મામલે તે દેશમાં પાંચમાં ક્રમે છે. અત્યાર સુધીમાં કોરોનાના ૧ લાખ ૬૭ હજાર ૫૧૦ કેસ નોંધાયા છે. ઉત્તરપ્રદેશ ટેસ્ટમાં મોખરે છે.

નૈતિક સમાચાર(NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button