રાજસ્થાન માં ૮ રૂપિયામાં ભરપેટ જમવાનું, ઇન્દિરા થાળીનો પ્રારંભ , રાજસ્થાનમાં ‘કોઈ ભૂખ્યા ઊંઘે નહીં’ સૂત્ર સાથેના અભિયાનની શરૂઆત
રાજસ્થાન માં ૮ રૂપિયામાં ભરપેટ જમવાનું, ઇન્દિરા થાળીનો પ્રારંભ , રાજસ્થાનમાં ‘કોઈ ભૂખ્યા ઊંઘે નહીં’ સૂત્ર સાથેના અભિયાનની શરૂઆત
રાજસ્થાનમાં ‘કોઈ ભૂખ્યા ઊંઘે નહીં’ સૂત્ર સાથેના અભિયાનની શરૂઆત સાથે મુખ્યમંત્રી અશોક ગેહલોતે ઈન્દિરા રસોઈ યોજના શરૂ કરી છે. વસુંધરા રાજેની અન્નપૂર્ણા રસોઈ યોજનાને બંધ કરીને તેના બદલે અશોક ગેહલોત ૮ રૂપિયામાં ભરપેટ ભોજનની ઈન્દિરા રસોઈ યોજના શરૂ કરી છે. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જયંતી પર આ મિશન શરૂ કરાયું છે. આ યોજનામાં રસોઈની જગ્યાએ બેસીને ભોજન કરવાની વ્યવસ્થા હશે. દરેક રસોઈમાં સીસીટીવી કેમેરા લાગેલા હશે અને ખાનારની તસવીર પણ ખેંચવામાં આવશે. રાજસ્થાનમાં શહેરોમાં રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ હોસ્પિટલ જેવા સ્થળો પર શરૂ કરવામાં આવી રહ્યું છે. ૮ રૂપિયામાં દાળ, રોટલી, શાક અને અથાણુ આપવા આવશે. રાજસ્થાન સરકારના નિવેદન અનુસાર પ્રતિ થાળી સરકાર ૧૨ રૂપિયાનું દાન આપી રહી છે અને આઠ રૂપિયા ખાનારને આપવા પડશે એટલે ૨૦ રૂપિયાની એક થાળી હશે. ભોજનની ઑનલાઈન મોનિટરિંગ હશે અને મોબાઈલ પર કૂપનની માહિતી આપવી પડશે. ભોજનનો સમય સવારે ૮ઃ૩૦ વાગ્યાથી લઈને બપોરે ૧ઃ૦૦ વાગ્યા સુધી હશે જ્યારે સાંજના ભોજનનો સમય સાંજે ૫ઃ૦૦ વાગ્યાથી લઈને ૮ઃ૦૦ વાગ્યા સુધી હશે.શરૂઆતમાં દરેક નિગમ ક્ષેત્રમાં ૩૦૦ લોકોને, નગર પરિષદ અને પાલિકા ક્ષેત્રમાં ૧૫૦ લોકોને સવાર-સાંજ જમવાનું જમાડવામાં આવશે. અશોક ગેહલોતે સત્તામાં આવ્યા બાદ વસુંધરા રાજેની ૮ રૂપિયામાં ભરપેટ ભોજન અને ૫ રૂપિયામાં ભરપેટ નાસ્તો કરાવનારી અન્નપૂર્ણા રસોઈ યોજનાને બંધ કરી દીધી હતી.
નૈતિક સમાચાર(NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/