સુરતમાં ACBનો સપાટો, નાયબ મામલતદાર સહિત 3 લોકો 9 લાખની લાંચ લેતા ઝડપાયા
સરકારી અધિકારી સતત કોઈ પણ કામ માટે લાંચ માંગતા હોય છે ત્યારે આવા અધિકારીઓને પકડી પાડવા માટે સુરત એસીબી ઓફિસ સતત કાર્યરત રહે છે.. ત્યારે જમીન માપણી માટે જમીન મલિક પાસે રૂપિયા 18 લાખની બે અધિકારી દ્વારા માંગણી કરવામાં આવી હતી જેને એસીબીએ પકડી પાડયા હતા. જોકે જમીન માલિકે પહેલા રૂપિયા 9 લાખ એડવાન્સ અને કામ પતિ ગયા બાદ બીજા 9 લાખ આપવાનું નક્કી કરતા આ મામલે સુરત એસીબી ફરિયાદ કરી હતી. જોકે આ બંને અધિકારીને પોતાના વચેટિયા મારફતે લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ જતા એસીબી વચેટિયા સાથે બંને અધિકારી અટકાયત કરી છે.
એસીબી દ્વારા તમામ પુરાવા એકત્ર કરીને લાંચ ની રકમ આપવા માટે સમય અને જગ્યા નક્કી કરીને છટકું ગોઠવામાં આવ્યુ હતું. (ડોલરભાઇ રવજીભાઇ ચકલાસીયા, જે ખાનગી વ્યક્તિ છે. જોકે આ બંને અધિકારી પોતાના વચેટિયા ડોલરભાઇ રવજીભાઇ ચકલાસીયા અને રાજેશકુમાર ભનુભાઇ શેલડીયા લાંચની રકમ લેવા માટે જજીસ કોલોનીના બહાર આવેલ બસ સ્ટેન્ડની સામે, જાહેર રોડ ઉપર નાનપુરા સુરત ખાતે આવિયા હતા જેમાં હક્ક ચોકસી અધિકારી અને ઇન્ચાર્જ જીલ્લા નિરીક્ષક જમીન દફતર અધિકારી રિતેશ બાલુભાઇ રાજપરા પોતાના લાંચની રકમ લેવા માટે વચેટિયા તરીકે ડોલરભાઇ રવજીભાઇ ચકલાસીયા જયારે નાયબ મામલતદાર, વર્ગ- ૩, જનસેવા કેન્દ્ર, પુણા અધિકારી જસ્મીનભાઇ અરવિંદભાઇ બોઘરા પોતાની લાહ રકમ લેવા માટે પોતાના વચેટિયા રાજેશકુમાર ભનુભાઇ શેલડીયા, મોકલીયા હતા જ્યાં લાંચની રકમ લેતા આ બંને વચેટિયાને એસીબી રૂપિયા 9 લાખ લેતા ઝડપી પાડ્યા હતા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
www.nsnews.in