નંદેસરી ની કેમિકલ કંપનીઓ દ્વારા બેરોકટોક ખુલ્લા માં કેમિકલ વેસ્ટ પાણી છોડવામાં આવી રહ્યું છે ! ક્યારે સુધરશે??
નંદેસરી માં આવેલ નવીન કેમિકલ,નિર્મિત કેમિકલ,રાધિકા ઓર્ગેનિક અને દીસા ઓર્ગેનિક કંપનીઓ ના નજીક માં લાલપુરા વિસ્તાર માં કેમિકલ યુક્ત વેસ્ટ પાણી બેરોકટોક નીકળી રહ્યું છે, પ્રદુષણ ઓકવામાં નંદેસરી ના અમુક કેમિકલ ઉદ્યોગો પાછા નહી પળે એમ લાગી રહ્યું છે !
વરસાદી ઋતુ એટલે કેમિકલ વેસ્ટ છોડનારાઓ માટે ઘી-કેળા સમાન, વડોદરા ની નંદેસરી ઔદ્યોગિક વસાહત માંથી કેટલીક કેમિકલ કંપનીઓ દ્વારા બેરોકટોક કેમિકલ વેસ્ટ સીધું મીની નદી માં નાખવામાં આવી રહ્યું છે, તો કેટલીય કંપનીઓ દ્વારા ગટર માં ડ્રેજેન કરવામાં આવી રહ્યું છે,
કેમિકલ કંપનીઓ દ્વારા ખુલ્લા માં છોડવામાં આવતા વેસ્ટ કેમિકલ સામે કડક પગલાં ભરવા પર્યાવરણ બચાવો જમીન બચાવો સમિતી ના અધ્યક્ષ દીપકસિંહ વીરપુરા દ્વારા પોલ્યુશન કંટ્રોલ બોર્ડ માં ફરિયાદ કરવામાં આવી હતી, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ના અધિકારી ઘટના સ્થળે પોહચી તપાસ હાથ ધરી હતી.
હમ નહિ સુધરેંગે ની નીતિ સાથે બેરોકટોક પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ના ડર વગર કેમિકલ યુકત વેસ્ટ પાણી ખુલ્લામાં ઠલવાઇ રહ્યું છે, આ કેમિકલ યુક્ત પાણી ના લીધે સ્થાનિકો ના પશુઓ ને પણ નુકસાન થઈ રહ્યું છે અને ઘાસ ચારો પણ આ પાણી થી બળી જાય છે, આ ખુલ્લા માં નીકળી રહેલ કેમિકલ વેસ્ટ પાણી મીની નદી માં ભળી જાય છે, મીની નદી માંથી કેમિકલ યુક્ત પાણી સીધું મહીસાગર નદી માં ભળી જાય છે તેના લીધે મહીસાગર નદી પણ દૂષિત થઈ રહી છે.
માં સમાન ગણાતી મહીસાગર નદી ને દૂષિત કરનાર ને સજા ક્યારે??
શુ આ નીકળતા વેસ્ટ કેમિકલ થી નંદેસરી એસોસિયેશન અંધારામાં છે?? કે આંખ આડા કાન કરી રહ્યું છે??
ખરે ખરે તો આ ખુલ્લા માં વેસ્ટ કેમિકલ પાણી છોડતી કંપનીઓ સામે નંદેસરી એસોસિયેશન દ્વારા પગલાં ભરવા જોઈએ!
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર(NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
www.nsnews.in
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA