આરોગ્યગુજરાતગેજેટ એન્ડ ઓટોજીવનશૈલીદેશ દુનિયામનોરંજનરમત ગમતરાજકારણવ્યાપાર

કોરોનાના બહાના હેઠળ બિહાર ચૂંટણી પાછી ઠેલી શકાય નહી , ચૂંટણી સમયસર યોજવાનો વિરોધ કરતી અરજી ફગાવાઈ

કોરોનાના બહાના હેઠળ બિહાર ચૂંટણી પાછી ઠેલી શકાય નહી , ચૂંટણી સમયસર યોજવાનો વિરોધ કરતી અરજી ફગાવાઈ

કોરોનાની મહામારીનું કારણ આગળ ધરીને બિહાર વિધાનસભાની ચૂંટણીને સમયસર થતી અટકાવી શકાય નહીં તેમ સુપ્રીમ કોર્ટે કહ્યું છે. સુપ્રીમ કોર્ટે આ અંગેની અરજીને બાલિશ ગણીને ફગાવી દીધી છે.થોડા સમય પહેલાં ચૂંટણી પંચે સત્તાવાર રીતે જાહેર કર્યું હતું કે બિહારમાં વિધાનસભાની ચૂંટણી સમયસર થશે. રાજ્યના ચૂંટણી અધિકારીઓને આ અંગે તાકીદ કરી દેવામાં આવી હતી એમ પણ પંચે જાહેર કર્યું હતું. આ વર્ષની આખરમાં બિહાર વિધાનસભાની મુદત પૂરી થાય છે. એ પહેલાંજ રાજકીય પક્ષો અને નેતાઓએ પોતપોતાની રીતે વ્યૂહ ઘડવાના શરૂ કરી દીધા હતા. દલિત નેતા જીતન માંઝીએ રાજદનો સાથ છોડી દેતાં રાજદે પક્ષમાંના બીજા દલિત નેતાઓને આગળ કર્યા હતા અને એવો દાવો કર્યો હતો કે જીતન માંઝીના જવાથી અમને કશો ફરક નહીં પડે. એજ રીતે લોજપાના નેતાઓએ નીતિશ કુમાર સામે એવો આક્ષેપ કર્યો હતો કે નીતિશ કુમાર અમારી અવગણના કરી રહ્યા હતા. આ સુનાવણી દરમિયાન જસ્ટિસ અશોક ભૂષણે કહ્યું હતું કે વિધાનસભાની ચૂંટણી મોકૂફ રાખવા માટે કોરોનાનો ચેપ એ યોગ્ય કારણ બની શકે નહીં. હજુ તો ચૂંટણી પંચે કોઇ ઔપચારિક જાહેરાત સુદ્ધાં કરી નથી. આ અરજી અપરિપક્વ છે. ચૂંટણી પંચ વિધાનસભાની ચૂંટણી યોજવા પહેલાં દરેક મુદ્દાનો વિચાર કરશે. તમે એવું કેમ માની લો છો કે ચૂંટણી પંચ આ મુદ્દા પર વિચાર નહીં કરે. આ અરજી સમયસરની નથી અને પૂરી પુખ્ત પણ નથી એવો અભિપ્રાય કોર્ટે વ્યક્ત કર્યો હતો. લગભગ દરેક રાજકીય પક્ષ અને નેતા અત્યારે વિધાનસભાની ચૂંટણીથી ડરે છે. એનાં બે મુખ્ય કારણ છે. પહેલું કારણ કોરોના છે. જો કે બીજું કારણ વધુ મહત્વનું છે પરંતુ સુપ્રીમ કોર્ટમાં એ કારણ રજૂ કરાયું નહીં. એ કારણ છે નદીઓમાં આવેલાં પૂર. ૯૦ લાખ લોકોને પૂરની વિપરીત અસર થઇ હતી.

 

નૈતિક સમાચાર(NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button