આરોગ્યગુજરાતદેશ દુનિયારાજકારણવ્યાપાર

૪માંથી એક વ્યક્તિ કોરોનાની રસી લગાવવા માગતી નથી , ૨૭ દેશોના સર્વેમાં જોડાયેલા ૨૦૦૦૦ લોકોને કોરોના વેક્સીન બનાવવા અને તેના ડોઝ લેવા ઉપર સવાલ કરાયા

૪માંથી એક વ્યક્તિ કોરોનાની રસી લગાવવા માગતી નથી , ૨૭ દેશોના સર્વેમાં જોડાયેલા ૨૦૦૦૦ લોકોને કોરોના વેક્સીન બનાવવા અને તેના ડોઝ લેવા ઉપર સવાલ કરાયા

કોરોના વાયરસની સામે લડવા માટે હજુ સુધી કોઈ દવા કે રસી શોધાઈ નથી, માત્ર કેટલાક સામાન્ય ઉપચારો અને અન્ય રોગોની દવાઓની અસર થઈ રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે. પરંતુ કોરોના વાયરસથી બચવા માટે તેની રસી શોધાઈ નથી ત્યાં સુધી સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક સૌથી મોટા ઉપાય માનવામાં આવે છે. આમ છતાં વેક્સીનને લઈને કેટલાક ચોંકાવનારા મુદ્દા સામે આવ્યા છે. કોરોના વાયરસના સંક્રમણને રોકવા અને તેને જડમૂળવામાંથી દૂર કરવા માટે દુનિયાભરના તજજ્ઞો વેક્સીન વિકસિત કરવામાં જોડાયેલા છે. આ બધાની વચ્ચે એક ગ્લોબલ સર્વેમાં કેટલીક ચોંકાવનારી વાત સામે આવી છે. કોરોના રસી નથી અપાવવા માગતા. જેનું કારણ કોવિડ-૧૯ રસી અને તેની સાઈડ ઈફેક્ટને લઈને તેની આશંકાઓ છે. આ સર્વેમાં કેટલીક મહત્વની વાત સામે આવી છે. રિપોર્ટ અનુસાર વૈશ્વિક શોધ સંસ્થા ઈપ્સોસએ વર્લ્‌ડ ઈકોનોમિક ફોરમ માટે ૨૭ દેશોમાં સર્વે કર્યો. સર્વેમાં જોડાયેલા ૨૦,૦૦૦ લોકોને કોરોના વેક્સીન બનાવવા અને તેના ડોઝ લેવા પર સવાલ કરવામાં આવ્યા. ૭૪% વયસ્ત લોકોએ કહ્યું કે જો વેક્સીન આવે છે તો તેઓ તેને લગાવવા માગશે. સર્વેમાં ભારતીયોને ચીની અને સાઉદી અરબ પછી ત્રીજી સૌથી મોટી આશાવાદી વસ્તી તરીકે જોવા મળી છે, જેમને લાગે છે કે ૨૦૨૦માં જ કોરોના વેક્સીન આવી જશે. જ્યારે કે અડધાથી વધુ (૫૯%) લોકોએ જણાવ્યું છે કે વર્ષના અંત પહેલા કોઈ રસી નહીં મળે. ચીનમાં સૌથી વધારે ૯૭% લોકોએ વેક્સીન બનવા અંગે સહમતી દર્શાવી છે અને ડોઝ લેવા માટે તૈયારી બતાવી છે. સૌથી ઓછા રશિયાના ૫૪% લોકો છે કે જેઓ વૈક્સીન મામલે રસ નથી દર્શાવી રહ્યા. જણાવી દઈએ કે ચીનની ત્રણ વેક્સીન ટ્રાયલના અંતિમ ફેઝમાં છે, જ્યારે રશિયાની વેક્સીનના સંપૂર્ણ ટ્રાયલ ના થયા હોવાના કારણે તેની સામે વિરોધ થઈ રહ્યો છે. સર્વેમાં જે દેશોમાં કોરોના વાયરસની રસીમાં સૌથી વધુ લોકો જોડાયા હતા તેમાં ચીન (૯૭%), બ્રાઝિલ (૮૮%), ઓસ્ટ્રેલિયા (૮૮%) અને ભારત (૮૭%) છે. રસીને લઈને સૌથી ઓછો રસ દાખવનારા દેશો આ પ્રમાણે છે- રશિયા (૫૪%), પોલેન્ડ (૫૬%), હંગેરી (૫૬%) અને ફ્રાન્સ (૫૯%) છે. આ સર્વેમાં અમેરિકા, કેનેડા, મલેશિયા, દક્ષિણ આફ્રીકા, તુર્કી, દક્ષિણ કોરિયા, પેરુ, અર્જેન્ટીના, મેક્સિકો, સ્પેન, નેધરલેન્ડ, સ્વીડન અને ઈટલી પણ જોડાયા હતા.

 

નૈતિક સમાચાર(NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button