જવાહરનગર પોલીસ દ્વારા વિદેશી દારૂ ના કુલ મુદ્દામાલ રૂ 89,000/- સાથે ઉંડેરા થી 3 આરોપી ની ધરપકડ કરી
જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તાર માં આવતા ઉંડેરા ગામ ના અક્ષરધામ સોસાયટી માં રહેતો ઇસમ પોતાની મોટરસાઇકલ લઈને કોયલી તરફ વિદેશી દારૂ લઈને જવાની બાતમી ના આધારે જવાહરનગર પોલીસ સ્ટેશન ના સ્ટાફ દ્વારા વોચ ગોઠવીને વિદેશી દારૂ નો સપ્લાય કરતા કેવલ વિનોદભાઈ પટેલ ની ધરપકડ કરી હતી, જેની પાસેથી 2 વિદેશી દારૂ ની બોટલો મળી આવી હતી, વધુ મુદ્દામાલ વિશે પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે જયેશ પરમાર અનવ હિરેન ચૌહાણ અમો સાથે મળીને ધંધો કરીયે છે અને વધુ નો મુદ્દામાલ ઉંડેરા ના રામદેવ પાર્ક માં રહેતા જયેશ પટેલ ના ઘર માં મુકેલ છે, જવાહરનગર પોલીસે તપાસ અર્થે રામદેવ પાર્ક જયેશ ના ઘરે જતા ત્યાં તપાસ માં 2 પેટી વિદેશી દારૂ અને 4 દારૂની બોટલ ખુલ્લી મળી આવી હતી, જે મળીને કુલ 89000/- નો મુદ્દામાલ પોલીસે કબજો કર્યો હતો
જવાહરનગર પોલીસે
કેવલભાઈ વિનોદભાઈ પટેલ
જયેશ નાથાભાઈ પરમાર
હિરેન ચૌહાણ
આ ત્રણેય આરોપીઓ ની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર(NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/