આરોગ્યગુજરાતજીવનશૈલીદેશ દુનિયામનોરંજનરાજકારણવ્યાપાર

આર્થિક મંદી : સર્વિસ સેક્ટરમાં સતત છઠ્ઠા મહિને ઘટાડો થયો , વૈશ્વિક લોકડાઉનને લીધે સ્થાનિક બજારો પર અસર

આર્થિક મંદી : સર્વિસ સેક્ટરમાં સતત છઠ્ઠા મહિને ઘટાડો થયો , વૈશ્વિક લોકડાઉનને લીધે સ્થાનિક બજારો પર અસર

કોરોના મહામારીને પગલે દેશનું આર્થિક સંકટ વધું ઘેરું બની રહ્યું છે. વેપારમાં ઘટાડાની સાથે સાથે માગ પણ ઘટી રહી છે અને તેના કારણે ભારતના સેવા ક્ષેત્ર(સર્વિસ સૅક્ટર)માં સતત છઠ્ઠા મહિને ઘટાડો જોવા મળ્યો છે. ન્યૂઝ એજન્સી રોઈટર્સના ઇન્ડસ્ટ્રી સર્વેના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે વ્યાપારી ગતિવિધિઓ પ્રભાવિત થવાને કારણે ઑગસ્ટમાં પણ નોકરીઓ જવાનો સિલસિલો ચાલુ છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે અર્થવ્યવસ્થા એપ્રિલથી લઈને જૂન સુધીના બીજા ત્રિમાસિક ગાળામાં પ્રભાવિત થયા બાદ તેમાં સુધારો આવતાં હજી લાંબો સમય લાગશે. આઈએચએસ માર્કેટમાં અર્થશાસ્ત્રી શ્રેયા પટેલે ન્યૂઝ એજન્સી રોઈટર્સને જણાવ્યું હતુંકે, ભારતના સર્વિસ સૅક્ટરમાં ઑગસ્ટમાં પણ કારોબારના સંચાલનની સ્થિતિઓ પડકારજનક બનેલી છે. ઘરેલુ અને વિદેશી બજારોમાં લૉકડાઉનના પ્રતિબંધોની ઉદ્યોગ પર ખરાબ અસર પડી છે. અર્થવ્યવસ્થાને વધારે નુકસાનથી બચાવવા માટે સરકારે કોરોના વાઇરસના વધતા કેસો વચ્ચે પણ અંડરગ્રાઉન્ડ ટ્રેન નેટવર્ક્‌સ ખોલવા, રમતગમત અને ધાર્મિક આયોજનની ચોક્કસ મર્યાદા સાથે મંજૂરી પણ આપી છે. જોકે, પ્રતિબંધોમાં ઢીલ આપવા છતાં આર્થિક ગતિવિધિઓ ફરીથી સામાન્ય થવામાં ઘણો સમય લાગી શકે છે. કારણ કે લોકો ખુદ જ ઘરથી બહાર ઓછા નીકળે છે અને મૉલ, રેસ્ટોરાં, સિનેમા હૉલ, રેસ્ટોરાં અને હોટલમાં પણ ઓછા જઈ રહ્યા છે. ઘરેલુ અને વિદેશી બંને સ્તર પર માગ ઓછી હોવાથી ઉત્પાદન ઓછું રહ્યું છે અને આ કારણે હવે લોકોની નોકરીઓ જઈ રહી છે.

 

નૈતિક સમાચાર(NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button