આરોગ્યગુજરાતદેશ દુનિયારાજકારણવ્યાપાર

તાઈવાનનો ચીનના વિમાનને તોડી પાડ્યો હોવાનો દાવો ! તાઈવાને પોતાની હવાઈ સીમામાં ચીનનું સુખોઈ-૩૫ ફાઈટર જેટ ઘૂસી જતા સખત આક્રમક કાર્યવાહી કરી

તાઈવાનનો ચીનના વિમાનને તોડી પાડ્યો હોવાનો દાવો ! તાઈવાને પોતાની હવાઈ સીમામાં ચીનનું સુખોઈ-૩૫ ફાઈટર જેટ ઘૂસી જતા સખત આક્રમક કાર્યવાહી કરી


તાઈવાને પોતાની હવાઈ સીમામાં ઘૂસેલા ચીનના સુખોઈ-૩૫ ફાઈટર જેટને તોડી પાડ્યું હોવાનો દાવો કર્યો છે. ચીને આ ઘટનાનો ઈનકાર કર્યો છે પણ આ અંગેનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જોકે, બંને દેશ હજી સુધી આ બાબતે કશું બોલવા માટે તૈયાર નથી, પણ એવો દાવો છે કે, તાઈવાનની હવાઈ સીમામાં ઘુસેલા આ લડાકુ વિમાનને પાછા જવા માટે તાઈવાને ચેતવણી આપી હતી પરંતુ એ પછી પણ વિમાન તાઈવાન એરસ્પેસમાં ઉડતું રહ્યું હતું. જેના પગલે તાઈવાને અમેરિકન બનાવટની પેટ્રિઓટ એર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરીને આ વિમાન તોડી પાડ્યું હતું. આ ઘટનામાં પાયલોટ ઘાયલ થયો છે. અહેવાલ મળી રહ્યા છે તે સાચા હોય તો બંને દેશો વચ્ચે તનાવ વધારે ભડકી શકે છે. કારણકે, ચીન છેલ્લા કેટલાય દિવસોથી પોતાના ફાઈટર જેટ્‌સને તાઈવાનની હવાઈ સીમામાં મોકલી રહ્યું છે.તાઈવાન પણચીનની હરકતોનો જવાબ આપવા માટે લશ્કરી તૈયારીઓ પૂરજોશમાં કરી રહ્યું છે. તાઈવાને રિઝર્વ સૈનિકોને મજબૂત કરવા માટે પણ જાહેરાત કરી છે. જે એર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ તાઈવાને કર્યો હોવાનુ મનાય છે તેનો સોદો અમેરિકા સાથે તાઈવાને ૬૨૦ મિલિયન ડોલરમાં કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ચીન તાઈવાનને અલગ દેશ માનવાનો પહેલેથી ઈનકાર કરીને અવાર નવાર તેને પોતાનામાં ભેળવી દેવાની ધમકીઓ આપતું રહ્યું છે. અમેરિકાએ રવિવારે તેની ગાઈડેડ મિસાઈલ ડેસ્ટ્રોયર તાઈવાન સ્ટ્રેટમાં તૈનાત કરી હતી. ખાસ વાત એ છે કે અમેરિકાએ બે સપ્તાહમાં બીજી વખત કોઈ ડેસ્ટ્રોયરને સાઉથ ચાઈના સીમાં મોકલ્યા હતા. રિપોર્ટ્‌સ પ્રમાણે અમેરિકાના આ પગલાંથી સ્પષ્ટ થઈ જાય છે કે તે તાઈવાનની દરેક શક્ય મદદ કરવા માટે તૈયાર છે. અમેરિકન દ્ગજીછએ ગત સપ્તાહે સ્પષ્ટ કરી દીધું હતું કે, તાઈવાન પર કોઈ હુમલો થશે તો અમેરિકા ચુપ નહીં બેસે. તાઈવાન દ્વારા ચીનના વિમાનને તોડી પાડવાના સમાચારને ચીનના એર ફોર્સે રદિયો આપ્યો છે. એર ફોર્સે જણાવ્યું છે કે આ વાંચકોને ગેરમાર્ગે દોરવાની એક ચાલ છે.

નૈતિક સમાચાર(NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button