દાહોદ : એક જ પરિવારના ૫ સભ્યોએ આત્મહત્યા કરી , વ્હોરા પરિવારે મોત વ્હાલું કરી લેતાં ચકચાર, સાળીના દબાણના કારણે અંતિમ પગલું ભર્યું હોવાનો આરોપ
શુક્રવારની સવારે રાજ્યના પૂર્વ પટ્ટીના છેવાડે આવેલા દાહોદ જિલ્લામાં એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. દાહોદના સુજાઈ બાગ વિસ્તારમાં એક પરિવારે આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો છે. દાહોદના વ્હોરા પરિવારના ૫ સભ્યોના મોતથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે છે. આ ઘટનામાં પતિ-પત્ની અને સંતાનો સાથે પાંચ વ્યક્તિએ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. પીડિત પરિવાર વ્હોરા સમાજનો હોવાના પ્રાથમિક અહેવાલો આવી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં આ પરિવારના મોભી સામે આવ્યા હતા અને તેમણે જણાવ્યું કે ‘દેવું વધી જતા દીકરો ટેન્શનમાં હતો’, મૃતકોમાં ૭ વર્ષ,૧૫,વર્ષ અને ૧૭ વર્ષીય બાળકી સાથે દંપતીએ જીવન ટૂંકાવ્યું છે. આશંકા મુજબ વ્હોરા પરિવાર આર્થિક સંકડામણમાં હોવાના કારણે પગલું ભર્યુ હોવાની ચર્ચા છે, જોકે, સત્તાવાર રીતે આ વાતને સમર્થન મળ્યુ નથી પરંતુ એક જ પરિવારના પાંચ સભ્યોના આપઘાતથી સમગ્ર દાહોદ જિલ્લામાં ચકચાર મચી ગયો છે. મૃતક પડીયા પાતરાળાનો વેપારી હતો. આ ઘટના માટે મૃતકના પિતા શબ્બીરભાઈ દૂધીયાવાલાએ મીડિયા સામે આવી જણાવ્યું હતું કે ‘હું ઘરડો માણસ છું, બોલી નથી શકતો, મારો સહારો કોણ બનશે. મને એટલું જાણમાં હતું કે મારા દીકરાએ તેની સાળી પાસેથી ગોલ્ડ લીધું હતું અને તેના કારણે તે દબાણમાં હતો. ટોર્ચરીંગમાં હતો. જોકે, આ સમગ્ર બાબતમાં હજુ સુધી પ્રાથમિક કારણો જ સામે આવ્યા છે. પરંતુ મૃતક પરિવારના મોભીના આવા આક્ષેપોથી ખલભળાટ મચી ગયો છે.
નૈતિક સમાચાર(NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/