રોડ ઉપર ચારો પાડવાની ના પાડતાં ગોરવા વિસ્તાર માં કરપીણ હત્યા કરવામાં આવી ! હત્યા કરી હત્યારા ફરાર!
ગોરવા વિસ્તારમાં શિવશક્તિનગર વસાહત પાસે મોડી સાંજે ઢોર માટે ચારો પાડવાની નજીવી બાબતે થયેલી તક્રારમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા યુવક પર હુમલો કરીને તેની કરપીંણ હત્યા કરવામાં આવી હતી, આ બનાવની જાણ ગોરવા પોલીસ સ્ટેશન માં થતા પોલીસ નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને ફરાર હત્યારાઓ ને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા,
પ્રાપ્ત વિગત આધારે અંકોડિંયામાં આવેલા ક્રિષ્નનગર હાઉસીંગ બોર્ડના મકાનમાં રહેતો ૨૫ વર્ષીય રાકેશ નામભાઈ પરમાર હાલમાં ખાનગી સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો. છેલ્લા બે માસથી તે ગોરવા પાણીની ટાંકી પાસે આવેલા શિવશક્તિ નગર વસાહતમાં રહેતા મિત્રના ઘરે રહેતો હતો. ગત રોજ મોડી સાંજે તે મિત્રતા ઘર પાસે આવેલી ચાની લારી ૫૨ બેઠો હતો તે સમયે રોડ પર ઝાડ પરથી બકરીઓ માટે ચારો પાડી રહેલા બેથી ત્રણ યુવકોને તેને રોડ વચ્ચે રોડ ઉપર ડાળીઓ ના પાડો તેમ જણાવ્યું હતું. આ મુદ્દે ચારો પાડી રહેલા હત્યારાઓ તેની સાથે બોલાચાલી હતી, બોલાચાલીમાં મામલો બિચકતા હત્યારાઓ તેની સાથે ઝપાઝપી કરી હતી અને તે પૈકીના એક હત્યારાએ તેની સાથે લાવેલા કટર જેવા તીક્ષ્ણ હથિયારથી રાકેશના છાતીમાં ઘા ઝીંકી દીધા હતા, રાકેશ ને લોહીલુહાણ હાલત કરી હત્યારાઓ ફરાર થઇ ગયા હતા, ઘટના ની જાણ પરિવાર ની થતા પરિવાર તેના મિત્રો સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલત માં સાઈડ માં પડેલ રાકેશ ને જોતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પરંતુ સારવાર મળે એ પહેલાં તેનું મોત નીપજ્યું હતું, ગોરવા પોલીસે ગુનો નોંધી પોલીસે ફરાર હુમલાખોરોની ધરપકડના ચક્રો ગતિમાન ક્યા છે.
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/naitik.samachar
https://www.facebook.com/NS-News-1863839916995616/
www.nsnews.in