આરોગ્યગુજરાતરાજકારણવ્યાપાર

કુરિયરની રસીદમાં સહીના બહાને ૬ એકર જમીન હડપ , સાણંદમાં ૭૦ વર્ષના વૃદ્ધ પાસેથી ખોટી રીતે સહી-અંગૂઠો કરાવી કરોડોની જમીન પડાવી લેવાનું કાવતરું સામે આવ્યું

કુરિયરની રસીદમાં સહીના બહાને ૬ એકર જમીન હડપ , સાણંદમાં ૭૦ વર્ષના વૃદ્ધ પાસેથી ખોટી રીતે સહી-અંગૂઠો કરાવી કરોડોની જમીન પડાવી લેવાનું કાવતરું સામે આવ્યું


ગુજરાતના મોટર ટાઉન કહેવાતા સાણંદમાં ૭૦ વર્ષના પાનની દુકાનના માલિક પાસેથી ખોટી રીતે સહી કરાવી કેટલાક માથાભારે તત્વોએ તેની પેઢીઓ જૂની કરોડો રુપિયાની ૬ એકર જમીન હડપી લીધી. સાણંદના ગિબપુરા ગામમાં પાનની દુકાન ધરાવતા અલિ મોમિન સાણંદમાં પોતાની ખાનદાની જમીન ધરાવે છે. એક દિવસ કુરિયર બોય તરીકે એક વ્યક્તિ તેમની પાસે આવ્યો અને તેણે મોમિનને કહ્યું કે રેલવે દ્વારા અધિગ્રહણ કરવામાં આવેલી તેમની જમીનના વળતર રુપે ચેક લઈ આવ્યો છે. આ ચેકના હેન્ડઓવર માટે તેણે કુરિયરની રસીદ પર સહી કરવા માટે કહ્યું. મોમિન પાસે રાજ્યના મોટર ટાઉન ગણાતા સાણંદમાં સોનાની લગડી જેવી જમીન આવેલી છે. જે પૈકી ૨૦૧૭માં રેલવે દ્વારા તેની ૫ એકર જમીનનું અધિગ્રહણ કરવામાં આવ્યું હતું. હવે તેમની પાસે ફક્ત ૬ એકર જમીન રહી હતી. ભુમાફિયાઓની નજર તેની આ સોનાની લગડી જેવી જમીન પર હતી. જેથી વળતરના ચેકના બહાને કુરિયરની સિપિની જગ્યાએ જમીનના વેચાણ અંગેના કાગળીયાઓ પર તેમની સહી લેવાનું કાવતરું ઘડ્યું હતું. મોમિને કહ્યું કે જ્યારે તેમને કુરિયર મળ્યું ત્યારે તેમાં અંદર ચેક જેવા કાગળિયા હોવાનું લાગતા તેમણે કુરિયર બોયના કહ્યા મુજબ રસીદ પર અંગૂઠો મારી દીધો હતો. જે બાદ ૩૦ ઓગસ્ટ ૨૦૧૮ના તેમને ખબર પડી કે છેતરપીંડી આચરીને ખોટી રીતે તેમની પાસેથી જમીન પડાવી લેવામાં આવી છે. આ કેસમાં આરોપી સુરેન્દ્રનગરના લિમડી શહેરના પ્રદ્યુમનસિંહ ઝાલા દ્વારા મોમિનની જમીન પર કબ્જો કરવાનો શરું કરવામાં આવતા મોમિને વિરોધ કર્યો. જેથી તેને ડરાવવા માટે ઝાલાએ સિવિલ કોર્ટમાં મોમિન વિરુદ્ધ જ કેસ દાખલ કરી દીધો અને જણાવ્યું કે તેણે જમીન વેચી છે પરંતુ હવે તેનો કબ્જો આપી રહ્યો નથી તેથી કોર્ટ દ્વારા આ જમીન પોતાના નામે કરવામાં આવે. જોકે કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન કોર્ટને જમીનને લગતા દસ્તાવેજોમાં સહીની અંદર ફેરફાર જણાઈ આવતા મોમિનની અરજીના આધારે કોર્ટે આ મામલે ફોરેન્સિક નિષ્ણાંતો પાસેથી તપાસ કરાવવા આદેશ આપ્યો. ફોરેન્સિક નિષ્ણાંતોને દસ્તાવેજોમાં સહી શંકાસ્પદ જણાઈ આવી હોવાનો અહેવાલ કોર્ટને સોંપ્યો હતો. આ બાબતે પોલીસ ફરિયાદ થયા બાદ તપાસમાં ઝાલા અને અમદાવાદમાં રહેતા નોટરી એનકે સિસોદિયાનું નામ સામે આવ્યું હતું.

નૈતિક સમાચાર(NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button