દેશમાં રાજ્યની જેલોમાંથી કેદી ભાગવાનું પ્રમાણ વધુ , ગુજરાતમાં ૨૦૧૯ના વર્ષમાં ૧૭૨ કેદી ભાગી ગયા
દેશમાં રાજ્યની જેલોમાંથી કેદી ભાગવાનું પ્રમાણ વધુ , ગુજરાતમાં ૨૦૧૯ના વર્ષમાં ૧૭૨ કેદી ભાગી ગયા
નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (એનસીઆરબી)ના અહેવાલ પ્રમાણે ગુજરાતની જેલમાંથી એક વર્ષમાં ૧૧ કેદીઓ ફરાર થયા હતા. દેશના જે રાજ્યમાંથી જેલની અંદરથી કેદીઓ સૌથી વધુ નાસી છૂટયા હોય તેમાં મહારાષ્ટ્ર ૧૩ સાથે મોખરે જ્યારે ગુજરાત બીજા સ્થાને છે. ગુજરાતમાંથી ૧૫૨ કેદીઓ પેરોલના સમયગાળામાં કે તબીબી સારવારના બહાને હોસ્પિટલમાંથી નાસી છૂટયા છે. ગુજરાતની જેલમાંથી કેદીઓના નાસી છૂટવાના પ્રમાણમાં સતત વધારો થઇ રહ્યો છે. માત્ર એક વર્ષમાં સમગ્ર દેશમાંથી ૪૬૮ કેદીઓ ફરાર થયા હતા અને તેમાંથી સૌથી વધુ ૧૭૨ માત્ર ગુજરાતમાંથી હતા. ગુજરાતમાંથી ૧૧ કેદીઓ જેલમાંથી ૧૫૨ કેદીઓ જેલ બહારના સમયગાળા દરમિયાન જ્યારે ૯ કેદીઓ પોલીસ કસ્ટડીમાંથી ફરાર થયા હતા. જોકે, આ પૈકી ૧૧૮ કેદીઓની ફરી ધરપકડ પણ કરવામાં આવી હતી.
સમગ્ર દેશમાં જેલ બહારથી ૨૫૩ કેદીઓ ફરાર થયા છે. આમ, જેલ બહારથી કેદીઓના ફરાર થવાનું ૫૫%થી વધુ પ્રમાણ માત્ર ગુજરાતમાંથી છે. ગુજરાતમાંથી પોલીસ કસ્ટડીમાંથી ૯ કેદીઓ નાસી છૂટયા છે. પોલીસ કસ્ટડીમાંથી સૌથી વધુ કેદીઓ નાસી છૂટયા હોય તેમાં ગુજરાત ચોથા સ્થાને છે. આ યાદીમાં ઉત્તર પ્રદેશ ૨૫ સાથે ટોચના, મહારાષ્ટ્ર ૧૭ સાથે બીજા, પંજાબ ૧૪ સાથે ત્રીજા, ગુજરાત-કેરળ સંયુક્ત ચોથા સ્થાને છે. સમગ્ર દેશમાંથી ૧૩૯ કેદીઓ પોલીસ કસ્ટડીમાંથી નાસી છૂટયા છે. સમગ્ર દેશમાંથી વર્ષ ૨૦૧૯માં સૌથી વધુ કેદીઓ નાસી છૂટયા હોય તેમાં ૧૭૨ સાથે ગુજરાત મોખરે, રાજસ્થાન ૫૦ સાથે બીજા, મહારાષ્ટ્ર ૩૯ સાથે ત્રીજા જ્યારે ઉત્તર પ્રદેશ ૩૧ સાથે પાંચમાં સ્થાને છે. જેલમાંથી નાસી છૂટેલા ૨૩૧ કેદીઓની એક વર્ષ દરમિયાન પુનઃ ધરપકડ કરાઇ છે. આ ૨૩૧માંથી ૧૧૮
માત્ર ગુજરાતમાંથી છે. આ સ્થિતિએ ગુજરાતમાંથી ૧૭૨માંથી ૧૧૮ કેદીઓ મળી આવ્યા છે અને ૫૪ કેદીઓ હજુ ફરાર છે. વર્ષ ૨૦૧૯માં જેલમાં બે જૂથ વચ્ચે ઘર્ષણ-મારામારીની દેશભરમાં કુલ ૧૩૭ ઘટના નોંધાઇ હતી. ગુજરાતની જેલમાંથી ૨૬૧૧ કેદીઓ આજીવન કેદની સજા હેઠળ છે જ્યારે ૩ કેદીઓને મૃત્યુદંડની સજા થયેલી છે. આ સિવાય ૪૯૭ કેદીઓ ૧૦થી ૧૩ વર્ષની, ૨૯૦ કેદીઓ ૭થી ૯ વર્ષની, ૧૭૨ કેદીઓ ૫થી ૬ વર્ષની જ્યારે ૨૨૯ કેદીઓ ૨થી ૪ વર્ષની સજા ભોગવી રહ્યા છે.
નૈતિક સમાચાર(NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/