વોડાફોન-આઈડિયાને નવી ઓળખ મળી, નામ હવે ફૈં , વોડાફોન-આઈડિયાએ મર્જર થયાનાં ત્રણ વર્ષ બાદ બ્રાન્ડ નેમ ચેન્જ કરવા ર્નિણય કર્યો, હવે વીઆઈ હેઠળ બિઝનેસ
વોડાફોન-આઈડિયાને નવી ઓળખ મળી, નામ હવે ફૈં , વોડાફોન-આઈડિયાએ મર્જર થયાનાં ત્રણ વર્ષ બાદ બ્રાન્ડ નેમ ચેન્જ કરવા ર્નિણય કર્યો, હવે વીઆઈ હેઠળ બિઝનેસ
હરિફ ટેલિકોમ ઓપરેટરોને ટક્કર આપવાના આશય સાથે વોડાફોન અને આઇડિયાએ સંયુક્ત રીતે મળીને પોતાનું નવું બ્રાન્ડ નામ બદલીને ‘ફૈ’ કરી નાખ્યું છે. કંપનીના મેનેજમેન્ટે એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી છે. વોડાફોન અને આઈડિયાએ મર્જર થયાનાં ત્રણ વર્ષ બાદ બ્રાન્ડ નેમ ચેન્જ કરવાનો ર્નિણય કર્યો છે. કંપનીએ આ ર્નિણય મંદીનાં સમયમાં ઘટી રહેલાં ગ્રાહકોને ધ્યાનમાં રાખીને કર્યો છે. વોડાફોન-આઇડિયાને હવે નવી ઓળખ મળી છે. વોડાફોન-આઇડિયાએ કંપનીનું નામ બદલીને ફૈં કરવાની સાથે નવો લોગો પણ જાહેર કર્યો છે. તમે પણ જુઓ આ નવી બ્રાન્ડનો નવો લોગો.વોડાફોન ઇન્ડિયા લિમિટેડ હવે ફૈં બની ગઈ છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે ફૈં નામ હેઠળ જ બંને કંપનીઓ બિઝનેસ કરશે. કંપનીએ કહ્યું છે કે ૪ય્ની સાથે કંપની પાસે ૫ય્ રેડી ટેકનોલોજી પણ છે. કંપનીએ એમ પણ દાવો કર્યો છે કે મર્જર થયા બાદથી દેશભરમાં ૪ય્ કવરેજ બમણો થઈ ગયો છે. જોકે કંપનીએ આ દરમિયાન નવી યોજનાઓની ઘોષણા કરી નથી, પરંતુ સંકેત આપવામાં આવ્યો છે કે ટેરિફના ભાવમાં વધારો થશે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વોડાફોન આઈડિયા લિમિટેડના સીઈઓ રવિન્દ્ર ટક્કરે એમ પણ કહ્યું છે કે બધા ઓછા ભાવે ડેટા વેચી રહ્યા છે અને પગલાં લેવામાં કંપનીને કોઈ શરમ નથી. અહીં, તે સંકેત છે કે આગામી સમયમાં વધુ સારી સેવા સાથે ટેરિફ વધારી શકાય છે. વોડાફોન અને આઇડિયાએ ટ્વીટર દ્વારા આ અંગેના સંકેતો આપ્યા હતા. વોડાફોને ટિ્વટ કરીને કહ્યું હતું કે આવતી કાલે એક મોટી જાહેરાત માટે તૈયાર રહો, સોમવારનો દિવસ અતી મહત્વનો સાબિત થશે. જ્યારે આ ટિ્વટને આઇડિયા દ્વારા રીટ્વીટ કરવામાં આવ્યું હતું. અન્ય ટેલિકોમ ઓપરેટરોની સામે મોટા પડકારોનો સામનો કરી રહી છે. ગત પહેલી સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે છય્ઇ પેમેંટ માટે સમય આપવામાં આવી શકે છે. કંપનીએ વિનંતી કરી હતી કે તેને એડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યૂ (છય્ઇ)ની ચુકવણી માટે ૧૫ વર્ષનો સમય આપવામાં આવે. હાલમાં જ કંપનીને ૨૫.૪૬ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું, આ નુકસાન આઇડિયા અને વોડાફોન બન્નેનું સંયુક્ત છે. બીજી તરફ કંપની બોર્ડે ૨૫ હજાર કરોડ ફંડરેઇઝિંગને મંજૂરી આપી દીધી હતી, આ સિૃથતિ વચ્ચે હવે વોડાફોન અને આઇડિયા મળીને સોમવારે એક મોટી જાહેરાત કરવા જઇ રહ્યા છે. સોમવારે જે જાહેરાત કરવામાં આવે તેની શેરબજાર પર પણ મોટી અસર થઇ શકે છે તેવો નિષ્ણાંતોનો દાવો છે.
નૈતિક સમાચાર(NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/