વિરમગામ ટાઉન પોલીસ ઇન્ચાર્જ Dysp પી ડી મણવર સાહેબ ની અધ્યક્ષતામાં વિરમગામ પોલીસ લાઇન ખાતે વૃક્ષારોપણનું સુંદર આયોજન કરવામાં આવ્યું.
વિરમગામ અલીગઢ પાસે આવેલ પોલીસ લાઇન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામા આવ્યુ. જેમા વિરમગામ રામમહેલ મંદીરના મહંત શ્રીમહામંડલેશ્વર મહંત શ્રી રામ કુમારદાસજી મહારાજ, મ્યુ કાઉન્સિલરો, આગેવાનો, સામાજીક કાર્યકરો,અેડવોકેટ તેમજ વિરમગામ ટાઉન પી અાઇ જે આર ઝાલા સાહેબ તથા પી અેસ આઇ સૈયદ સાહેબ, પરમાર સાહેબ તેમજ સ્ટાફ મિત્રો અને રૂરલ પી અેસ આઇ ઝાલા સાહેબ તેમજ તેમના સ્ટાફ મિત્રો અને હોમગાર્ડના જવાનો, ટી આર બીના જવાનો અને ફોરેસ્ટના જવાનો ની સાથે પોલીસ લાઇન કંપાઉન્ડમા વૃક્ષા રોપણ કરવામા આવ્યુ હતુ.વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. વૃક્ષોનાં પર્ણો પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે. વૃક્ષો જાતજાતનાં ફળો આપે છે. વૃક્ષોનાં મૂળિયાં જમીનનું ધોવાણ અટકાવે છે. વૃક્ષો રણને આગળ વધતું અટકાવે છે. કેટલાંક વૃક્ષોના મૂળિયાં અને પર્ણો ઔષધિ તરીકે વપરાય છે. કેટલાંક વૃક્ષોનાં પાન પડિયા-પતરાળાં બનાવવાના કામમાં આવે છે. વૃક્ષો વાદળાંને ઠંડા પાડીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. વૃક્ષોની શીતળ છાયામાં પશુઓ, ખેડૂતો અને વટેમાર્ગુઓ વિશ્રામ કરે છે. વળી વૃક્ષો ધરતીની શોભા છે. વૃક્ષો વિનાની ધરતી કેશ વિહોણા શીશ જેવી ઉજ્જડ લાગે છે. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન વિરમગામ ટાઉન પી આઈ જે આર ઝાલા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું.
ઇમરાન મંડલી (વિરમગામ)
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
www.nsnews.in
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA