ભ્રૂણહત્યા થયેલ બાળાઓના મોક્ષ માટેનું શ્રાધ્ધ રાખવામાં આવ્યું!
ગર્ભપાતમાં હત્યા કરેલી બાળાઓ ના મોક્ષ માટે શ્રાધ્ધ કરવામાં આવ્યું, આજ રોજ મહીસાગર નદી ફાજલપુર ખાતે આંતરરાષ્ટ્રીય માનવધિકાર સંરક્ષણ બ્યુરો દ્વારા ભ્રૂણ હત્યા કરેલ બાળાઓ ના મોક્ષ માટે નું શ્રાધ્ધ રાખવામાં આવ્યું, ગત વર્ષે શ્રાધ્ધ પક્ષ માં આંતરરાષ્ટ્રીય માનવધિકાર સંરક્ષણ બ્યુરો ના દીપકસિંહ વીરપુરા દ્વારા ભ્રૂણહત્યા કરેલ બાળાઓ ના મોક્ષ માટે શ્રાધ્ધ રાખ્યું હતું એજ રીતે આ વર્ષે પણ મહીસાગર નદી કિનારે બળાઓના ના મોક્ષ માટે શ્રાધ્ધ રાખવામાં આવ્યું, અવારનવાર આવા સામાજિક કામ આંતરરાષ્ટ્રીય માનવધિકાર સંરક્ષણ બ્યુરો દ્વારા કરવામાં આવી રહ્યા છે
“ભૃણહત્યા બંધ કરો”
“મમ્મી પપ્પા મને જીવવા દો, નારી છે તો સર્જન છે”
આવા અનેક સુવિચાર સાથે આ શ્રાધ્ધ કરવામાં આવ્યું,
સંપૂર્ણ વિધિ સાથે આ શ્રાધ્ધ સંપૂર્ણ કરવામાં આવ્યું,
વધુ માં દીપકસિંહ એ જણાવ્યું વધતા જતા નારીઓ ઉપર અત્યાચારો ને રોકવા ની અપિલ કરવામાં એક જાગૃતતા નો સંદેશો સંસ્થા ના માધ્યમથી આપ સુધી પહોચાડવામાં આવી રહ્યો છે.
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
www.nsnews.in
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA