પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા બાપુ એ આહવા ડાંગ જીલ્લા માં મુલાકાત લીધી
રાજ્ય માં રાજકીય પાર્ટીઓ અનેક પ્રવાસો કરી રહી છે, તેવામાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એ ડાંગ જિલ્લા માં કાર્યકર્તાઓ ની મુલાકાત લીધી હતી, ડાંગ જીલ્લા ના કાર્યકર્તાઓ સાથે મુલાકાત માં અનેક સમસ્યા ની ચર્ચા વિચારણા કરી હતી, ડાંગ માં શંકરસિંહ વાઘેલા ના નજીક ના ગણાતા સોહનસિંહ યાદવ સાથે પણ ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, ડાંગ જિલ્લા પંચાયત ના માજી પ્રમુખ સ્વર્ગીય રામજીભાઈ બી ગાવિત ના મરણ પછી ની ક્રિયાકર્મ માં પણ શંકરસિંહ વાઘેલા બાપુ એ હાજરી આપી હતી.
આહવા ડાંગ મુલાકાત માં શંકરસિંહ વાઘેલા સાથે NCP ના પૂર્વ પ્રમુખ બાબલદાસ પટેલ, પૂર્વ વન મંત્રી અને પૂર્વ રાજ્ય સભા ના સાંસદ કાનજીભાઈ પટેલ, શક્તિ દળ ના સંચાલક કિશોરસિંહ સોલંકી, ડાંગ જિલ્લા ના પ્રજા શક્તિ મોર્ચા ના અગ્રણી અને બાપુ ના નજીક ના સોહનસિંહ યાદવ બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
શક્તિ દળ ના કાર્યકર્તાઓ દ્વારા શંકરસિંહ વાઘેલા બાપુ ની ખાસ મુલાકાત કરી હતી.
લેખરાજ સમનાની
આહવા ડાંગ
નૈતિક સમાચાર (NS NEWS)