વડોદરા પાલિકા માં આવતા વોર્ડ નંબર ૯ ની હકીકત કોંગ્રેસ એ ખુલ્લી પાડી પોલ ? વોર્ડ નંબર 9 માં અને સમસ્યા થી જનતા પરેશાન કોંગ્રેસ કાર્યકર્તાઓ નો આક્ષેપ
વડોદરા પાલિકા માં આવતા વોર્ડ નંબર ૯ ની હકીકત કોંગ્રેસ એ ખુલ્લી પાડી પોલ ? વોર્ડ નંબર 9 માં અને સમસ્યા થી જનતા પરેશાન કોંગ્રેસ કાર્યકર્તાઓ નો આક્ષેપ
વડોદરા શહેરમાં 25 વર્ષ પહેલા સમાવેશ ગોરવા ગામ પંચવટી વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં આજે પણ ખૂબ ગંભીર સમસ્યાઓ રહેલી છે ત્યારે તે વિસ્તારમાં આવેલા કોર્પોરેટરો નવા સમાયેલા ગામ ઉંડેરા, જલારામ નગર ,કરોડિયા વગેરે વિસ્તારમાં પોતે ખૂબ સારું કામ કરી રહ્યા છે તેવું બતાવવાની કોશિશ કરી નવા વિસ્તારમાં પોતાનો નો રોટલો શેકવા માટે રોજ આંટા મારે છે પરંતુ છેલ્લા ૧૫-૨૦ વર્ષથી તેઓ આ વિસ્તારના કોર્પોરેટર હોવા છતાં પંચવટી સહયોગ આસપાસ માં આવેલી કેટલીક સોસાયટીઓમાં આજે પણ રોડ રસ્તા, ગટર, પીવાના પાણીનો નો પ્રશ્ન, મચ્છર નો ઉદ્દભવ અને ત્રાસ ,સાફ-સફાઈ ની ફરિયાદો તમે રૂબરૂ નિહાળી શકો છો જૂના વિસ્તારના આટલા વર્ષો પછી પણ ખૂબ ગંભીર સમસ્યાઓ રહેલી છે આવા કોર્પોરેશનના અધિકારી અને ચૂંટાયેલા કોર્પોરેટરો નવા વિસ્તાર સમાવેશ ગામોની જનતાની આંખમાં ધૂળ ચોપડવાનો પ્રયત્નો કરી રહ્યા છે આ સમગ્ર ઘટના વડોદરા શહેરના વોર્ડ નંબર ૯ છે આ સમગ્ર ઘટના કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ખુલ્લી પાડવામાં આવેલી વોર્ડ નંબર નવ માં વર્ષો સુધી આ સમસ્યાઓ રહેલી છે તેને નરી આંખે નિહાળવા માટે વોર્ડ નંબર નવના કાર્ય કોંગ્રેસના કાર્યકર્તાઓ રૂબરૂ પ્રજાના પ્રશ્નો સત્તાધીશ સુધી પહોંચાડવાના મીડિયાના માધ્યમથી તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે. કોંગ્રેસ કાર્યકર્તા જયેન્દ્રસિંહ ચાવડા, બળવંત પરમાર, પાર્વતીબેન રાજપુત, કરંસી બારોટ, જતા ભાઈ ચેતનભાઇ વગેરે કોંગ્રેસ કાર્યકર્તા દ્વારા વોર્ડનંબર 9 ની મુલાકાત લેવામાં આવી હતી અને જનતા ની સમસ્યા સાંભળવામાં આવી હતી.
નૈતિક સમાચાર(NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/