ખરાબ દારૂ માટે વધારે પૈસા માગતા જાેરદાર મારામારી ,દારુ સપ્લાય કરનાર શખ્સે ગ્રાહક, તેના મિત્રને બોલાવીને સાથીઓની સાથે મળીને ચાકૂથી હુમલો કર્યો : તપાસ શરૂ
શહેરમાં અત્યાર સુધી અનેક એવા વિસ્તારોમાં દારૂ માટે પૈસાની માંગણી કરાતી હોવાથી સામાન્ય બોલાચાલી કે મારામારીના બનાવો બનતા હતા. પરંતુ હવે શહેરમાં ખરાબ દારૂ આપનાર વ્યક્તિઓ પણ વધુ રૂપિયા માંગી મારામારી કરતા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની હદમાં બની છે. જેને લઇને ભોગ બનનારે ત્રણ લોકો સામે ફરિયાદ આપતા પોલીસે તે મામલે તપાસ શરૂ કરી છે. અમદાવાદના સૈજપુર ખાતે રહેતો ભરત ઉર્ફે શશી અડવાણી કાપડની દલાલીનું કામકાજ કરે છે. બે દિવસ પહેલા તે તેના ઘરે હાજર હતા. ત્યારે તેના ફોન ઉપર હિતેશભાઈ નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો અને જણાવ્યું કે, પવન થાવાની એ તેને ખરાબ દારૂ આપ્યો છે અને વધુ પૈસાની માગણી કરી તેને ગમે તેમ ગાળો બોલે છે. જેથી ભરતભાઈએ આ બાબતે પવનને ફોન કર્યો હતો અને મળવા માટે બોલાવ્યો હતો. પરંતુ તે વખતે પવન મળવા આવ્યો ન હતો અને ત્યારબાદ મોડી રાત્રે ભરતભાઈ ઉપર પવનનો ફોન આવ્યો અને મળવા આવ્યો હોવાનું જણાવ્યું હતું. બાદમાં તેમને તેમના ઘર પાસે બોલાવ્યા હોવાથી ભરતભાઈ ત્યાં ગયા હતા. ત્યારે પવન પણ ત્યાં ઊભો હતો અને પવન તથા હિતેશ વચ્ચે મનદુઃખ થયું હતું તે બાબતે વાતચીત કરતા હતા. ત્યારે કમલેશ થાવાની અને વિજુ નામના વ્યક્તિઓ આવ્યા હતા. ત્યારે પવને કમલેશને કહ્યું કે, હિતેશ તેને ગાળો બોલતો હતો અને તે બાબતે ભરતભાઈ વાતચીત કરવા આવ્યા છે. આટલું કહી આ શખ્સોએ ભરતભાઈ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. ચપ્પા વડે હુમલો કરતા ભરતભાઈને ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ છુટા પથ્થરો ફેકતા હિતેશભાઈની ગાડીને નુકસાન થયું હતું. જોકે ભરતભાઈને હાથમાંથી લોહી નીકળતા તેઓ ત્યાંથી ભાગીને સિવિલમાં સારવાર લીધી હતી. જોકે બાદમાં કૃષ્ણનગર પોલીસને જાણ કરતા આરોપી પવન થાવાણી, કમલેશ થાવાની અને વિજુ નામના શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
નૈતિક સમાચાર(NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/