વાંસદા તાલુકાના વાંસદા-વઘઇ રોડ ઉપર ગોળીબાર કરી કાર લઈને આરોપીઓ ફરાર થયા!
વાંસદા તાલુકાના વાંસદા-વઘઇ રોડ ઉપર ગોળીબાર કરી કાર લઈને આરોપીઓ ફરાર થયા!
વાંસદા તાલુકાના વાંસદા-વઘઇ રોડ ઉપર તાડપાડા ગામના વીસગુલીયા રોડ ઉપર સવારે 6 કલાકના અરસામાં નાસિકથી ઇનોવા કાર ભાડે કરી બે વ્યક્તિ અમદાવાદ જવા નીકળ્યા હતા. એ દરમિયાન સવારે 6 કલાકે લઘુશંકા કરવા ઇનોવા ઉભી રખાવી ચાલકને મોઢાના ભાગે ઉપરાછાપર ત્રણ ગોળી મારી લોહીલુહાણ હાલતમાં રોડ ઉપર મૂકી ઇનોવા લઈને ફરાર થઈ ગયા હતા. બાદમાં ઇનોવા ચાલક રોડ ઉપર પડેલો જોઈ કોઈએ 108 એમ્બ્યુલન્સને ફોન કરી જાણ કરતા તેને સારવાર અર્થે વાંસદા કોટેજ હોસ્પિટલમાં ખસેડી ત્યાંથી વધુ સારવાર અર્થે વલસાડ રિફર કર્યો હતો.
વાંસદા પોલીસ મથકેથી મળેલી માહિતી મુજબ વાંસદા તાલુકાના તાડપાડા ગામે વીસગુલીયાબારીમાં મળસ્કે 6 કલાકે ઇનોવા કાર (નં. એમએચ-15-જીએફ-0390)નો ચાલક જય સોમનાથ ધગડે (રહે. લોખડેમલા, પારિજાતનગર, જેલરોડ, નાસિક-મહારાષ્ટ્ર)થી રાત્રે બે અજાણ્યા શખસ સાથે પોતાની ઇનોવા કાર ભાડે લઈ અમદાવાદ જતા હતા. એ દરમિયાન તાડપાડા ગામ વીસગુલીયામાં અંદાજિત સવારે 6 કલાકે જંગલ રોડ આવતા બંને અજાણ્યાને લઘુશંકા લાગતા કાર ઉભી રખાવી હતી. ચાલકે ઇનોવા ઉભી રાખતા બંને અજાણ્યા શખસમાંથી એક શખસે ચાલક ઉપર ગોળીબાર કરી ડાબી સાઇડની ગરદનના ગાલ પાસે ગંભીર ઇજા પહોંચાડી જાનથી મારી નાંખવાની કોશિશ કરી ઇનોવા લઈને ભાગી ગયા હતા. ચાલક લોહીલુહાણ હાલતમાં રોડ ઉપર પડી રહેતા કોઈએ 108 એમ્બ્યુલન્સને ફોન કરતાં 108માં સારવાર અર્થે વાંસદા કોટેજ હોસ્પિટલમાં ખસેડાયા બાદ ત્યાંથી વધુ સારવાર અર્થે વલસાડ રિફર કરાયો હતો. આ વાત વાયુવેગે પ્રસરતા જિલ્લા પોલીસવડા સહિત જિલ્લાનો પોલીસ કાફલો ઘટનાસ્થળે ઘસી આવ્યો હતો. પોલીસે ઇનોવા કાર ચાલકનો ફોન તથા કારની કિંમત આશરે રૂ. 22,00,000ની લૂંટ કરી હતી. આ અંગે ગણેશભાઈ ઠાકોરભાઈ ગાંવિતએ વાંસદા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે આઈપીસી કલમ 307,397,114 તથા આર્મ્સ એક્ટ કલમ 25 (1-બી) (એ) 27 મુજબ તથા જી.પી.એક્ટ-135 મુજબ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
લેખરાજ સમનાની
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/