મોદીનો ૭૦મો જન્મ દિવસે રૂપાણી દ્વારા ઘણા ઇ-લોકાર્પણ , મોદીના જન્મ દિવસે વિવિધ કાર્યક્રમો યોજાયા
મોદીનો ૭૦મો જન્મ દિવસે રૂપાણી દ્વારા ઘણા ઇ-લોકાર્પણ , મોદીના જન્મ દિવસે વિવિધ કાર્યક્રમો યોજાયા
આજે ૧૭ સપ્ટેમ્બર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૦માં જન્મદિવસને રાજ્યમાં વિવિધ પાંચ જેટલા વિકાસકામોના પ્રારંભ સાથે ઉજવવાનો ર્નિણય કર્યો છે. ૧૭મી સપ્ટેમ્બરે રાજ્યમાં કૃષિ-ખેડૂત કલ્યાણ, મહિલા ઉત્કર્ષ, આદિજાતિ વિસ્તારમાં પાણી પૂરવઠાના કામોના લોકાર્પણ-કાર્યારંભ તેમજ કલાયમેટચેન્જ વિભાગના વિવિધ ૧૦ જેટલા એમઓયુ અને પાટનગર ગાંધીનગરમાં ૨૪ટ૭ પીવાના પાણીની યોજનાના ઇ-ખાતમૂર્હત ઇ લોન્ચિંગ કાર્યક્રમો યોજાવાના છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ કાર્યક્રમોમાં ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા સહભાગી થઇને ઇ-લોન્ચિંગ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીથી વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાશે. રાજ્યના ૩૩ જિલ્લાઓના ૭૦ જેટલા સ્થળોએ રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, બોર્ડ-નિગમના અધ્યક્ષો, પદાધિકારીઓ, ધારાસભ્યો આ કાર્યક્રમોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોરોના સંક્રમણ નિયંત્રણ પ્રોટોકોલના પાલન સાથે મર્યાદિત સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં જોડાશે. ગુરૂવારે ૧૭ સપ્ટેમ્બરે સમગ્ર દિવસ દરમ્યાન યોજાનારા આ વિકાસ કાર્યક્રમોમાં સૌ પ્રથમ કાર્યક્રમ સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજના અન્વયે પ્રાકૃતિક ખેતી માટેના વધુ બે પગલાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને ગાય માટે નિભાવ ખર્ચની રૂપિયા ૯૦૦ની સહાય તેમજ જિવામૃત બનાવવા માટે કિટ સહાયની યોજનાના ઇ-લોન્ચિંગ કરવામાં આવશે. મુખ્યમંત્રી આ અવસરે પ્રતિકરૂપે ગાંધીનગરમાં લાભાર્થીઓને સહાય મંજૂરી પત્રો અર્પણ કરશે. સમગ્ર રાજ્યમાં આ બે યોજનાઓ અંતર્ગત કુલ ૮૦ કરોડ રૂપિયાની સહાય બે લાખ જેટલા ધરતીપુત્રોને આપવાનું આયોજન છે. પ્રધાનમંત્રીના જન્મદિવસ ૧૭મી સપ્ટેમ્બરે માત્ર એક જ દિવસમાં ૪૯૦૦ લાભાર્થી ખેડૂતોને ૧.૩૨ કરોડ રૂપિયાની સહાય ચૂકવાશે. ઉલ્લેખનીય છે કે સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજના અન્વયે પ્રથમ બે પગલાં મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહન સહાય યોજનાનું તાજેતરમાં ૧૦મી સપ્ટેમ્બરે મુખ્યમંત્રીએ ઇ -લોન્ચિંગ કર્યુ હતું. પ્રધાનમંત્રીના જન્મદિને રાજ્યના ધરતીપુત્રોને ભેટ રૂપે હવે વધુ બે પગલાંઓનું લોન્ચિંગ થવાનું છે.
નૈતિક સમાચાર(NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/