વડોદરા ના કોયલી ખાતે આવેલ બીના ગોપાલ હોસ્પિટલ ની ક્યાર સુધી ગંભીર બેદરકારી ના લીધે મહિલા પોતાનો જીવ આપશે??
વડોદરા ના કોયલી ખાતે આવેલ બીના ગોપાલ હોસ્પિટલ ની ક્યાર સુધી ગંભીર બેદરકારી ના લીધે મહિલા પોતાનો જીવ આપશે??
વડોદરા ના કોયલી ખાતે આવેલ બીના ગોપાલ હોસ્પિટલ ની અવારનવાર ગંભીર બેદરકારીનો સામે આવી રહી છે, શું ભૂતકાળ માં પણ કેટલીય બેદરકારી ના લીધે અનેક ના જીવ આ હોસ્પિટલ ના ડોકટરે લીધા છે ?
એક તરફ કોરોના ની મહામારી અને બીજી તરફ બીના ગોપાલ હોસ્પિટલ ની મહામારી?
પ્રાપ્ત વિગત અનુસાર પ્રસૃતી માટે શેરખી ગામ ના એક મહિલા ને બીના ગોપાલ હોસ્પિટલ માં પ્રસ્તુતિ માટે લાવવામાં આવ્યા હતા, પરિવારજનો ના જણાવ્યા અનુસાર હોસ્પિટલ ના ડોક્ટર થી મહિલા ના પ્રસ્તુતિ ઓપરેશન માં બેદરકારી ના લીધે મહિલા નું લોહી વધારે વહી જવાથી હાલત ગંભીર થઈ ગઈ હતી, ડોકટરે પરિવારજનો પાસે તાત્કાલિક વહેલી સવારે 12 યુનિટ લોહી મંગાવ્યું, પરંતુ મહિલાની હાલત ના સુધરતા પરિવારજનો ને ડોકટરે મહિલાને ને બીજે હોસ્પિટલ માં શિફ્ટ કરવાનું જણાવ્યું હતું, પરિવાર જનો મહિલા ને બચાવવા ગંભીર હાલત માં મહિલા ને લઈને SSG હોસ્પીટલ પોચ્યા હતા ,પણ SSG હોસ્પીટલ માંથી ના પાડતા, પરિવાર જનો મહિલા ને લઈને તાત્કાલિક ગોત્રી GMERS પોહચ્યાં પરંતુ ત્યાં મહિલા એ અંતિમ શ્વાસ લીધા હતા,
કોયલી ખાતે આવેલ બીના ગોપાલ હોસ્પિટલ ની ગંભીર બેદરકારી ના લીધે મહિલા નું મોત નિપજ્યું હતું : પરિવારનોના અનેક આક્ષેપો
મૃતક મહિલા ના પરિવારજનો એ સામાજિક કાર્યકર્તા લખન દરબાર સાથે બીનાગોપલ હોસ્પિટલ આગળ એકઠા હોબાળો મચાવ્યો હતો, ઘટના ની જાણ સ્થાનિક પોલીસ ને થતાં પોલીસ હોસ્પિટલ પોહચી હતી, મૃતક મહિલા ના પરિવાર જનો ને સામાજિક કાર્યકર્તા લખન દરબારે ન્યાયિક તપાસ માટે આગળની કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું,
સાથે કોયલી ના સરપંચ રણજીતસિંહ જાદવ પણ બીના ગોપાલ હોસ્પિટલ પોહચ્યાં હતા સરપંચે બીનાગોપલ હોસ્પિટલ ની ગંભીર બેદરકારી ઉપર અનેક સવાલો ઉઠાવ્યા હતા,
એક-બે વર્ષ અગાઉ પણ આવીજ રીતે બે ગંભીર બેદરકારી ના કેસ સામે આવ્યા હતા તેમાં પણ મહિલા નું મોત નીપજ્યું હતું અને પરિવાર જનો e હોબાળો મચાવ્યો હતો.
બીનાગોપલ હોસ્પિટલ ની ગંભીર બેદરકારી થી અનેક મહિલાઓ નાં જીવ જોખમે !
મહિલા નું મોત થયું તો પણ બીનાગોપાલ હોસ્પિટલ ના ડોકટર ના ચહેરા ઉપર કોઈ પણ પ્રકાર નો અફસોસ નહતો જણાઈ આવ્યો !
માસ્ક વગર પબ્લિક માં આવેલ ડોક્ટર ને પોલીસે દંડ પણ ફટકાર્યો!
આવી અનેક ગંભીર બેદરકારી ની ઘટનાઓ ને ઢાંકી દેવા
બીનાગોપલ હોસ્પિટલ નો જે તે પરિવારજનો સાથે સેટલમેન્ટ કરતો હોવાથી વાતો પણ વહેતી થઈ છે
આવા હોસ્પિટલ સામે આરોગ્ય વિભાગ ક્યારે કાર્યવાહી કરશે?
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/