પ્રાઈવેટ ટ્રેન માલિકો મનફાવે તે રીતે ભાડું નક્કી કરી શકશે ,દેશમાં ૧૦૯ રૂટ પર ૧૫૧ પ્રાઈવેટ ટ્રેનો દોડાવાશે
દેશમાં પ્રાઈવેટ ટ્રેનો શરૂ કરનાર કંપનીઓને ટ્રેનનું ભાડું નક્કી કરવાની પણ છુટ આપવામાં આવશે. ભારતીય રેલવે બોર્ડના ચેરમેન વી.કે.યાદવે કહ્યું હતું કે, કંપનીઓને ટ્રેનની ટિકિટની કિંમત નક્કી કરવાની છૂટ હશે પણ ટ્રેનના રુટ પર એસી બસ અને હવાઈ મુસાફરીની પણ સુવિધા હશે તો ભાડુ નક્કી કરતાં પહેલાં જે તે કંપનીએ આ વાતનું ધ્યાન રાખવું પડશે. ભારતીય રેલવે ૧૦૯ સ્ટેશનો પર ૧૫૧ જેટલી પ્રાઈવેટ ટ્રેનો લોન્ચ કરવાની યોજના બનાવી છે. સાથે સાથે સ્ટેશનોને આધુનિક બનાવવા માટે પણ ખાનગી કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવાની યોજના છે. દેશમાં ડઝનબંધ જાણીતી કંપનીઓએ પ્રાઈવેટ ટ્રેનો ચલાવવાની યોજનમાં રસ દખાવ્યો છે.ભારતીય રેલવેના અનુમાન પ્રમાણે પ્રાઈવેટાઈઝેશનની યોજનાઓથી આગામી ૫ વર્ષમાં રેલવેમાં ૭.૫ અબજ ડોલરનુ રોકાણ થવાની શક્યતાઓ છે. સરકાર માટે રેલવે તંત્રનુ આધુનિકરણ બહુ મહત્વનુ છે.રેલવે દ્વારા હાલમાં ચાલતી ટ્રેનોની ઝડપ વધારવા માટે પણ પગલા ભરવામાં આવી રહ્યાં છે. જોકે ભારતમાં ટ્રેનનુ ભાડુ રાજકીય રીતે બહુ સંવેદનશીલ મુદ્દો હોય છે.કારણકે ભારતમાં લગભગ ૨ કરોડ લોકો રોજ ટ્રેનોમાં સફર કરતા હોય છે.
નૈતિક સમાચાર(NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/