સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસે ટામેટાંનો જથ્થો ભરેલ ટેમ્પો પલ્ટી માર્યો
સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસે ટામેટાંનો જથ્થો ભરેલ ટેમ્પો પલ્ટી માર્યો
સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેના તીવ્ર વળાંક પર નાસિકથી ભાવનગર ટામેટાંનો જથ્થો ભરી જઈ રહેલ ટેમ્પોની બ્રેક ફેલ થતા ટેમ્પો માર્ગ સાઇડે પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો.
વરસાદના કારણે રોડ ઉપર અનેક જગ્યા એ ખાડા જોવા મળે છે જેના લીધે અકસ્માત નો ભય રહે છે તેવામાં પ્રાપ્ત વિગત અનુસાર સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ફોરેસ રેસ્ટ હાઉસ પાસેનો વિસ્તાર વાહન ચાલકો માટે ગોઝારો બની રહ્યો છે. નાસિકથી ટામેટાંનો જથ્થો ભરી ભાવનગર જઇ રહેલ ટેમ્પો નંબર-GJ-04-AT-1915 માલેગામ પાસેના ફોરેસ્ટ રેસ્ટ હાઉસના તીવ્ર વળાંક પર અચાનક બ્રેક ફેલ થતા ટેમ્પો બેકાબુ બની માર્ગ સાઈડના ખાડામાં ખાબકી પલટી ગયો હતો. અકસ્માતમાં ચાલક ક્લીનરને નજીવી ઇજા પહોંચી હતી. જેઓને 108 દ્વારા સારવાર અપાઇ હતી. જ્યારે ટેમ્પોમાં મુકેલ ટામેટાનો જથ્થો ખીણમાં વેરવિખેર થઈ જતા ટેમ્પો માલીકને આર્થિક નુકસાની વેઠવાની નોબત ઉભી થવા પામી હતી.
લેખરાજ સમનાની
નૈતિક સમાચાર(NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/