NIA ના દરોડામાં કેરળ અને પશ્ચિમ બંગાળમાં કુલ નવ આતંકવાદી ઝડપાયા. મોટા ભાગના યુવાનો વીસ વર્ષની આસપાસની ઉંમરના છે.
NIA ના દરોડામાં કેરળ અને પશ્ચિમ બંગાળમાં કુલ નવ આતંકવાદી ઝડપાયા. મોટા ભાગના યુવાનો વીસ વર્ષની આસપાસની ઉંમરના છે.
પ્રાપ્ત વિગત અનુસાર (NIA) એ કેરળ અને પશ્ચિમ બંગાળમાં ઠેર ઠેર દરોડા પાડીને અલ કાયદા સાથે સંકળાયેલા મનાતા નવ આતંકવાદીની ધરપકડ કરી હતી. કેરળમાં એર્નાકુલમ અને પશ્ચિમ બંગાળમાં મુર્શિદાબાદ વિસ્તારમાં દરોડા પડાયા હતા. એર્નાકુલમમાં ત્રણ અને મુર્શિદાબાદમાં છ આતંકવાદી ઝડપાયા હતા. છેલ્લા ઘણા સમયથી NIAની આ લોકો પર નજર હતી. મોટા ભાગના યુવાનો વીસ વર્ષની આસપાસની ઉંમરના છે. બધા શ્રમિકો છે. આતંકવાદી યોજનાના મુદ્દે NIAએ આ લોકો પર નજર રાખી હતી. આ લોકો પાકિસ્તાન સ્થિત અલ કાયદા મોડ્યુલ સાથે સંકળાયેલા હતા તેવું જાણવા મળ્યું છે ! NIAને દેશના વિવિધ સ્થળે અલ કાયદાના મોડ્યુલ સાથે સંકળાયેલા યુવાનો સક્રિય હોવાની માહિતી મળી હતી. એટલે NIAએ દેશના વિવિધ સ્થળે દરોડા પાડ્યા હતા અને આતંકવાદી સંસ્થા સાથે જોડાયેલા યુવાનોને ઝડપી લીધા હતા. આ લોકો વિવિધ સ્થળે આતંકવાદી હુમલા કરવાની યોજના ઘડી રહ્યા હતા. વધુ તપાસ ચાલુ હતી. NIAએ આ લોકો પાસેથી ડિજિટલ યંત્રસામગ્રી, દસ્તાવેજો, જિહાદી સાહિત્ય, ધારદાર હથિયારો સહિત વિવિધ સામગ્રી કબજે કરી હતી અને તેમની પૂછપરછ ચાલુ હતી,
નૈતિક સમાચાર(NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA