આરોગ્યગુજરાતદેશ દુનિયારાજકારણવ્યાપાર

સાકરદા ખાતે આવેલ VTV લિમિટેડ કંપની માં અનેક કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતા સ્થાનિકો માં ફફડાટ! મોટી સંખ્યા માં કર્મચારીઓ કોરોના ટેસ્ટ કરાવવા આરોગ્ય કેન્દ્ર પોહચ્યા!

સાકરદા ખાતે આવેલ VTV લિમિટેડ કંપની માં અનેક કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતા સ્થાનિકો માં ફફડાટ! મોટી સંખ્યા માં કર્મચારીઓ કોરોના ટેસ્ટ કરાવવા આરોગ્ય કેન્દ્ર પોહચ્યા!


વડોદરા ના સાકરદા ખાતે આવેલ વિજય ટેન્ક એન્ડ વિસલ્સ લિમિટેડ નામની કંપની માં કોરોના એ હાહાકાર મચાવ્યો, કંપની માં કામ કરતા અનેક કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા સાથી અન્ય કર્મચારીઓ ના સ્વાસ્થ્ય ને જોખમ, કોરોના સંક્રમિત થયેલ કર્મચારીઓ પોતાના ઘરે કોરોન્ટાઇન થયા, પરંતુ રાજ્ય ની બહાર થી કામ કરતા કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા કોરોન્ટાઇન થવા ની જગ્યા ના મળતા કર્મચારીઓ હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે, તો કેટલાક કર્મચારોઓ કોરોના સંક્રમિત હોવા છતાં ખુલ્લા બૉમ્બ ની માફિક ખુલ્લામાં ફરી રહ્યા છે, આ ઘટના આજુબાજુમાં સ્થાનિકો ને જાણ થતાં સ્થાનિકો એ VTV કંપની માં કોરોના સંક્રમિત થયેલ દર્દી કર્મચારીઓ ને કંપની માં કોરોન્ટાઇન સેન્ટર બનાવવા મૌખિક રજુઆત કરેલ,

વિજય ટેન્ક એન્ડ વિસલ્સ લિમિટેડ (VTV) કંપની દ્વારા આજે વહેલી સવારે કંપની માં આવતા અન્ય કર્મચારીઓ ને પોતાનો કોરોના ટેસ્ટ કરાવીને કંપની માં આવવાનું કહેતા , કર્મચારીઓ મોટી સંખ્યા માં સાકરતા આરોગ્ય કેન્દ્ર પાસે કોરોના ટેસ્ટ કરાવવા ભેગા થયા હતા, સાથે સાકરતા આરોગ્ય કેન્દ્ર ખાતે VTV કંપની તરફ થી એક અધિકારી ને મોકલેલ, સવાર થી ભૂખ્યા તરસ્યા કોરોના ટેસ્ટ કરાવવા બેઠેલા કર્મચારીઓ વિજય ટેન્ક કંપની ના અધિકારી ઉપર રોષે ભરાયા હતા, અને ધક્કે ચડાવ્યા હતા,

સાકરતા આરોગ્ય કેદ્ર એ કોરોના ટેસ્ટ કરાવવા આવેલા VTV ના કર્મચારીઓ ને સવાર થી બેસાડી રાખેલ અને કોઈ યોગ્ય જવાબ ના આપતા કર્મચારીઓ રોષે ભરાયા હતા અને હલાંબોલ કરેલ, આરોગ્ય વિભાગે સ્થાનિક પોલીસ ને જાણ કરતા નંદેસરી પોલીસ ની 2 ગાડીઓ સાંકરતા આરોગ્ય કેન્દ્ર પોહચી હતી, ભેગા થયેલા કર્મચારીઓ ને પોલીસે વિખુટા પાડ્યા હતા, અને ત્યાર બાદ 50 કર્મચારીઓ ને કોરોના ટેસ્ટ કરાવવા આરોગ્ય કેન્દ્ર પાસે ઉભા રાખેલ,

કર્મચારીઓ ના જણાવ્યા મુજબ કંપની માં અત્યારે 350 થી 400 કર્મચારીઓ કામ કરી રહ્યા છે અને ઘણા કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે, વિજય ટેન્ક એન્ડ વિસલ્સ (VTV) કંપની કર્મચારીઓ ને કોઈ ઓન પ્રકાર ની સલામતી રાખ્યા વિના કંપની માં કામ કરાવ્યું હોવાથી કોરોના સંક્રમણ વધ્યું હોવાની વાતો પણ ચર્ચાઈ રહી છે.

આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)

વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button