આરોગ્યગુજરાતદેશ દુનિયામનોરંજનરાજકારણવ્યાપાર

ડ્રગ્સ કેસમાં હવે દીપિકા પાદુકોણનું નામ બહાર આવ્યું , ડ્રગ ચેટમાં ડી એટલે કે અભિનેત્રી દીપિકા પાદુકોણ કે જેના દ્વારા માલ એટલે ડ્રગ્સની માગ કરવામાં આવી હતી

ડ્રગ્સ કેસમાં હવે દીપિકા પાદુકોણનું નામ બહાર આવ્યું , ડ્રગ ચેટમાં ડી એટલે કે અભિનેત્રી દીપિકા પાદુકોણ કે જેના દ્વારા માલ એટલે ડ્રગ્સની માગ કરવામાં આવી હતી


સુશાંત સિંહ રાજપૂત કેસમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો ડ્રગ્સ એન્ગલની તપાસ કરી રહી છે અને આ તપાસમાં બોલિવુડના ઘણા સ્ટાર્સના નામ સામે આવી રહ્યા છે. હવે બોલિવુડની ટોપ એક્ટ્રેસ દીપિકા પાદુકોણનું નામ પણ આ તપાસમાં સામે આવ્યું છે. એનસીબી આ સપ્તાહે દીપિકા પાદુકોણેને પૂછપરછ માટે સમન મોકલે તેવી શક્યતા છે. એનસીબીની તપાસમાં ડ્રગ્સ અંગેની કેટલીક ચેટ્‌સ સામે આવી છે. તેમાં દીપિકા પાદુકોણનો ડી જ્યારે કેડબલ્યુએએન ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સીની કર્મચારી કરિશ્માનો કે તરીકે ઉલ્લેખ કરાયો હોવાનું કહેવાય છે. કરિશ્મા જયા સાહાની કંપનીની કર્મચારી છે. આ કરિશ્મા સાથે દીપિકા પાદુકોણની ચેટ્‌સ પર થયેલી વાતચીત સામે આવી છે. જયા સાહા સુશાંત સિહ રાજપૂતની ટેલેન્ટ મેનેજર હતી, જેની આજે એનસીબીએ પૂછપરછ કરી છે. જે જયા પાસે સીબીડી ઓઈલ અંગે વાત કરી રહી હોવાનું ચેટમાં બહાર આવ્યું હતું. એનસીબીના સૂત્રોએ જણાવ્યું છે કે, ડ્રગ ચેટમાં ડી એટલે કે દીપિકા પાદુકોણ જે કે સાથે ‘માલ’ એટલે ડ્રગ્સની માગ કરી રહી છે, તે કે હકીકતમાં કરિશ્મા છે, જે ક્વોન ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સીની કર્મચારી છે. દીપિકાના સવાલ પર કરિશ્મા કહે છે કે, ‘મારી પાસે છે પરંતુ ઘરે છે. હું બાંદ્રામાં છું. તે પછી કરિશ્મા કહે છે કે, જો કહો તો હું અમિતને પૂછી શકું છું. તેના પર દીપિકાનો જવાબ આવે છે, હા પ્લીઝ. કરિશ્મા કહે છે, અમિતની પાસે છે, તે તેને લઈ જઈ રહ્યો છે. તેના પર દીપિકા કહે છે. ઉલ્લેખનીય છે કે, નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ ડ્રગ્સ કેસમાં બોલિવુડના એ-લિસ્ટ સ્ટાર્સના નામ સામે આવ્યા બાદ અમદાવાદ, ભુવનેશ્વર અને ગુવાહાટીથી ત્રણ નવા ઓફિસર્સને આ કેસની તપાસ કરતી ટીમમાં સામેલ કર્યા છે. એજન્સીએ સોમવારે સુશાંતની મેનેજર શ્રુતિ મોદી અને જયા સાહાની પૂછપરછ કરી હતી અને મંગળવારે પણ તેમની પૂછપરછ કરવામાં આવશે. આ દરમિયાન જયા સાહે ફિલ્મ મેકર મધુ મંતેના વર્માનું નામ લીધું છે. એનસીબી બુધવારે મધુ મંતેના વર્માની પૂછપરછ કરશે. મધુએ ‘સુપર ૩૦’, ‘ઉડતા પંજાબ’, ‘ક્વીન’, ‘મસાન’ જેવી હિટ ફિલ્મો પ્રોડ્યૂસ કરી છે.

 

નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button