ઓક્સિજન નહીં હોવાથી દર્દીઓને અહીં ના મોકલો ,હોસ્પિટલમાં ઓક્સિજન સિસ્ટમની કેપેસિટીથી વધુ અંદાજે ૫૦ થી ૬૦ દર્દીઓ ઓક્સિજનની સારવાર લઈ રહ્યાં છે
સાબરકાંઠા હિમતનગરમાં ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓ માટે જગ્યા નથી. હિંમનગર સિવિલના નોડલ ઓફિસરે જિલ્લા આરોગ્ય અધિકારીને આ વિશે પત્ર લખ્યો છે. સિવિલમાં કોરોનાના દર્દીઓ વધતા ઓક્સિજનના બાટલા ખૂટવા લાગ્યા છે. ખાનગી હોસ્પિટલો અને અન્ય જિલ્લામાંથી જાણ કર્યા વિના દર્દીઓને અહી મોકલવામાં આવી રહ્યાં છે. આવામાં ઓક્સિજનની ક્ષમતાથી વધુ દર્દીઓ દાખલ કરાય તો દર્દીઓના જીવન પર જોખમ થાય તેવું તેઓએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. ત્યારે જિલ્લા અધિકારીએ તાત્કાલિક પગલા લઈને ત્રણ હોસ્પિટલમાં કોરોના સારવાર શરૂ કરાઈ છે. જીએમઈઆરએસ મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલમાં ૧૦૦ બેડની કોવિડ હોસ્પિટલ કાર્યરત છે. આ હોસ્પિટલમાં ઓક્સિજન સિસ્ટમની કેપેસિટીથી વધુ અંદાજે ૫૦ થી ૬૦ દર્દીઓ ઓક્સિજનની સારવાર લઈ રહ્યાં છે. તેમજ નોન કોવિડ વિભાગોમાં અંદાજે ૪૦ થી ૫૦ દર્દી સારવાર લઈ રહ્યાં છે. જો ઓક્સિજન કેપેસિટીથી વધુ દર્દીઓ અહી મોકલવામાં આવે તો અંદર ઓક્સિજનની સારવાર લેતા દર્દીઓના જીવન જોખમમાં મૂકાઈ શકે છે. આવામાં નોડલ ઓફિસરે પત્ર લખ્યો કે, જિલ્લાની જુદી જુદી પ્રાઈવેટ હોસ્પિટલો અને અન્ય જિલ્લાની હોસ્પિટલો દર્દીને ઓક્સિજનની જરૂરિયાત જણાતા અને દર્દી ગંભીર થતા કોઈપણ જાતની જાણ કર્યા વગર અહી મોકલી આપવામાં આવે છે. જે યોગ્ય નથી. અહી ઓક્સિજન સિસ્ટમની કેપેસિટીથી વધારે દર્દીઓની સારવાર ચાલતી હોવાથી વધુ દર્દીને સારવાર આપી શકાય તેમ નથી. આવામાં જો કોઈપણ દર્દીને સ્વાસ્થયને લગતી નુકસાની થાય તો તેની સંપૂર્ણ જવાબદારી પ્રાઈવેટ હોસ્પિટલ તથા અન્ય જિલ્લાઓની હોસ્પિટલની રહેશે. તેઓએ પત્રમાં લખ્યું કે, અહી ઓક્સિજન કેપેસિટી વધારવાની કામગીરી જીએમએસએલસી દ્વારા નિમાયેલ કંપની દ્વારા પૂર્ણ કરવામાં આવી નથી. તેથી દર્દીઓને અહી રિફર કરતા પહેલા હોસ્પિટલનો સંપર્ક કરવો અને ઓક્સિજનની પરિસ્થિતિ જાણ્યા બાદ જ તેઓને મોકલવા. નહિ તો સંપૂર્ણ જવાબદારી જે તે હોસ્પિટલની રહેશે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/